BIG BREAKING /
કાનપુર એરપોર્ટમાં મોટી દુર્ઘટના: લેન્ડીંગ સમયે વિમાનમાં સર્જાઈ ખામી, રન વેમાંથી બહાર ફંગોળાયુ પ્લેન
Team VTV03:47 PM, 06 Mar 22
| Updated: 04:05 PM, 06 Mar 22
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. હકીકતમાં જોઈએ તો, ચેન્નાઈથી કાનપુર પહોંચેલુ તટ રક્ષકનું ડોર્નિયર વિમાન લેન્ડીંગ બાદ દુર્ધટનાનો શિકાર થઈ ગયું હતું.
કાનપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના
દુર્ઘટનામાં વિમાન રન વે બહાર ફંગોળાયું
કોઈ જાનહાની નથી થઈ
ઉત્તર પ્રદેશના કાનપુરના ચકેરી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. હકીકતમાં જોઈએ તો, ચેન્નાઈથી કાનપુર પહોંચેલુ તટ રક્ષકનું ડોર્નિયર વિમાન લેન્ડીંગ બાદ દુર્ધટનાનો શિકાર થઈ ગયું હતું. વિમાનના લેન્ડીંગ સમયે તેના એન્જીનમાં ટેકનિકલી ખરાબી આવી ગઈ હતી. તેના કારણે વિમાન લેન્ડીંગ બાદ પણ કાબૂમાં ન રહ્યું અને રન વેની બહાર જતું રહ્યું. ઘણી વાર સુધી રન વે પર ચાલ્યા બાદ વિમાનનો એક ભાગ ત્યાં રહેલા ઢાંચા સાથે અથડાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કોઈ હતાહતની ખબર નથી આવી. સમગ્ર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
Coast Guard plane suffers engine snag, rams into structure at Kanpur’s HAL airport pic.twitter.com/4iaugZT2AI
આ તમામની વચ્ચે એરપોર્ટના અધિકરીઓના હવાલેથી સામે આવેલી જાણકારી અનુસાર વિમાનની જમણી બાજૂ એન્જીનના લેન્ડીંગ ઠીક બાદ કામ કરવાનું બંધ કરી દીધું હતું. એટલા માટે જવું પાયવટે વિમાનને ઉતાર્યું તો ડાબી બાજૂ વિમાન જતું રહ્યું અને અથડાઈ ગયું. દુર્ઘટના બાદ વિમાનને પણ ભારે નુકસાન થયું છે. કહેવાય છે કે, આ દુર્ઘટના મંગળવારે થઈ હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.