બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 6 December 2024
Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક ચર્ચાઓ મુજબ આ બસમાં કુલ 40 મુસાફરો હોવાનું કહેવાય છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ DM-SP ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
ADVERTISEMENT
આ દુર્ઘટના આજે બપોરે કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઔરૈયા બોર્ડર પાસે બની હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાલતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બૂમો પડી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 6 થી વધીને 8 થયો છે અને ઘાયલોની સંખ્યા 19 છે. હાલ બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT