બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / પહેલા જ દિવસે ન ચાલ્યો કંગનાની 'ઇમરજન્સી'નો જાદુ, ધીમી શરૂઆત સાથે જુઓ કેટલી કમાણી કરી
Last Updated: 09:41 AM, 18 January 2025
કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' 17 જાન્યુઆરી, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત થઈ છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં કંગનાએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગના રનૌતની આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ કંગના રનૌતના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મની પહેલા દિવસની કમાણી
રિપોર્ટ અનુસાર, કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીએ પહેલા દિવસે લગભગ 2.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે એક ખૂબ ધીમી અને નબળી શરૂઆત ગણાવી શકાય.
કંગના રનૌત છેલ્લે વર્ષ 2023માં આવેલી ફિલ્મ તેજસમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
ઇમરજન્સીના 50 વર્ષ
ફિલ્મના પ્લોટ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ ભારતના ઇતિહાસના તે પાનાને દર્શાવે છે જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. સ્વ. ઇન્દિરા ગાંધી જ્યારે ભારતના વડાપ્રધાન હતા તે વખતે આજથી 50 વર્ષ પહેલા ભારતમાં લાગુ કરવામાં આવેલી ઇમરજન્સીની સ્થિતિ વિશે ફિલ્મ વાત કરે છે. આજથી 50 વર્ષ પહેલા બનેલી આ ઘટના ભારત માટે આજે પણ કાળા દાગ સમાન છે ત્યારે આ ફિલ્મના અમુક પાસાઓને બખૂબી ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે. આ સાથે, આ ફિલ્મ ઓપરેશન બ્લુ સ્ટાર, ઇન્દિરા ગાંધીની હત્યા અને ખાલિસ્તાની ચળવળ વિશે પણ જણાવે છે.
વધુ વાંચો: રજત દલાલને સપોર્ટ કરનાર એલ્વિશ યાદવની મીડિયા સાથે થઇ ગઇ ગરમાગરમી, આપ્યું ચોંકાવનારું નિવેદન
કંગનાની ફિલ્મનું ઓપનિંગ
અહેવાલો અનુસાર, ધાકડે શરૂઆતના દિવસે 55 લાખ રૂપિયાની કમાણી કરી. થલાઈવીએ શરૂઆતના દિવસે 32 લાખ, પંગાએ 2.70 કરોડ અને જજમેન્ટલ હૈ ક્યાએ 4.50 કરોડની કમાણી કરી હતી.
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, ભૂમિકા ચાવલા અને સતીશ કૌશિક જેવા કલાકારો જોવા મળ્યા છે. આ ફિલ્મમાં અભિનય ઉપરાંત, કંગનાએ આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું છે. કંગના રનૌતની આ ફિલ્મનો પંજાબમાં વિરોધ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.