બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranauts warns Diljit dosanjh for impending arrest for allegedly supporting khalistanis

મનોરંજન / દેશ સાથેની ગદ્દારી પડશે મોંઘી....: દિલજીત દોસાંઝને કંગના રનૌતની ખુલ્લી ધમકી

Arohi

Last Updated: 03:05 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાએ પંજાબમાં પોલીસની કાર્યવાહીની વચ્ચે સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પર નિશાન સાધ્યું છે. કંગનાએ એક મીમ શેર કરી તેની ધરપકડની ધમકી આપી છે.

  • દેશ સાથેની ગદ્દારી પડશે મોંઘી
  • દિલજીત દોસાંઝ પર કંગનાએ સાધ્યું નિશાન 
  • મીમ સેર કરી આપી ધરપકડની ધમકી 

ફિલ્મ એક્ટ્રેસ કંગના રણૌતે ફેમસ પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ પર એક વખત ફરી નિશાન સાધ્યું છે. તેમણે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મીમના બહાને દિલજીત દોસાંઝનો મજાક ઉડાવ્યો અને તેમને ઈશારાઓમાં ધરપકડની ધમકી આપી છે. 

ટ્વીટર પર કર્યું પોસ્ટ 
કંગનાએ ટ્વીટર પર સ્વિગી ઈન્સ્ટામાર્ટની એક પોસ્ટ શેર કરી છે. જેમાં ઘણા પ્રકારની દાળની તસવીરો જોવા મળે છે અને સાથે લખ્યું હતું, "ઓય પલ્સ આવી ગઈ પલ્સ" આ પોસ્ટ પર કંગનાએ દિલજીત દોસાંઝને ટેગ કરી લખ્યું, "બસ કહી રહી છું."

કંગનાએ દિલજીત દોસાંઝ પર સાધ્યુ નિશાન 
વાત આટલે જ નથી રોકાતી. ત્યાર બાદ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ પોસ્ટનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો અને લખ્યું, "દિલજીત દોસાંઝજી પોલ્સ આવી ગઈ પોલ્સ." તેની સાથે જ તેમણે ખતરાનું નિશાન અને હસતા શખ્સની તસવીર પણ શેર કરી. 

બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લખ્યું, "જે લોકોએ પણ ખાલિસ્તાનીઓને સપોર્ટ કર્યા હતા યાદ રાખો આવતો નંબર એમનો છે. પોલ્સ (પોલીસ) આવી ચુકી છે. આ એ સમય નથી જ્યારે કોઈ પણ કંઈ પણ કરતુ હતું. દેશ સાથે ગદ્દારી અથવા ટુકડા કરવાનો પ્રયત્ન મોંઘો પડશે."

કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે હાથકડીનું ઈમોજી અને એક મહિલા પોલીસકર્મીનો ફોટો પણ શેર કર્યો છે. જણાવી દઈએ કે દિલજીત અને કંગનાની વચ્ચે પહેલા પણ સોશિયલ મીડિયા વોર થતી રહી છે. જોકે અત્યાર સુધી દિલજીતે કંગનાની આ વાતોનો જવાબ નથી આપ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Diljit Dosanjh Kangana Ranaut Support arrest khalistani Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ