બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ને મળ્યું સેન્સર સર્ટિફિકેટ, પણ સાથે આ શરતો માનવી જરૂરી
Last Updated: 06:11 PM, 8 September 2024
કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ટૂંક સમયમાં જ સ્ક્રીન પર રિલીઝ થશે. સેન્સર બોર્ડે તરફથી અભિનેત્રીની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપી દીધું છે. પરંતુ સેન્સર બોર્ડે તરફથી એક શરત મૂકવામાં આવી છે. સેન્સર બોર્ડનું કહેવું છે કે ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો કાપવા પડશે. સાથે જ ડિસ્ક્લેમર પણ આપવું પડશે, આ પછી ફિલ્મ રિલીઝ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સેન્સર બોર્ડે ઇમરજન્સીના ફિલ્મ મેકર્સને કેટલાક સીન કાપવા કહ્યું છે. તેણે ડિસ્ક્લેમર આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ફિલ્મમાં જે પણ ઐતિહાસિક ઘટનાઓ બતાવવામાં આવી છે તેના પર ડિસ્ક્લેમર મૂકવા માટે કહેવામાં આવ્યું છે. 'ઇમરજન્સી'ને UA સર્ટિફિકેટ મળ્યું છે. પરંતુ આ ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે ફિલ્મ મેકર્સ સીનને કાપીને ડિસ્ક્લેમર આપશે. જોકે, હજુ સુધી ફિલ્મની રિલીઝને લઈને કોઈ અપડેટ નથી. આ ફિલ્મ થિયેટરોમાં ક્યારે આવશે તે જણાવવામાં આવ્યું નથી. માત્ર સર્ટિફિકેટ મળ્યું છે, જેની ફિલ્મ મેકર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે અગાઉ 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જ્યારે કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળ્યું ત્યારે મેકર્સે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને 18 સપ્ટેમ્બર સુધીમાં ઇમરજન્સી સર્ટિફિકેટ પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. આ પછી કોર્ટ આ અરજી પર 19 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
તમને જણાવી દઈએ કે મેકર્સે કોર્ટમાં તેમની અરજીમાં કહ્યું હતું કે - 8 ઓગસ્ટના રોજ CBFCએ ઇમરજન્સીના નિર્માતા (ઝી સ્ટુડિયો) અને કો-પ્રોડ્યુસર (મણિકર્ણિકા ફિલ્મ્સ)ને ફિલ્મમાં ફેરફાર કરવા કહ્યું હતું. આ ફેરફારો બાદ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનું હતું. 14 ઓગસ્ટના રોજ, નિર્માતાઓએ CBFC તરફથી મળેલી સૂચનાઓ અનુસાર કટ અને ફેરફારો સાથે ફિલ્મ સબમિટ કરી.
દિપીકાના બાળકનું રણબીર સાથે શું છે કનેક્શન? સોશિયલ મીડિયા પર ચર્ચાનું વંટોળ
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 29 ઓગસ્ટના રોજ, નિર્માતાઓને CBFC તરફથી એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મની સીડી સીલ કરવામાં આવી છે અને નિર્માતાઓને સેન્સર પ્રમાણપત્ર એકત્રિત કરવા વિનંતી કરવામાં આવી હતી. નિર્માતાઓએ કોર્ટને કહ્યું હતું કે તેઓ માને છે કે આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે શીખ સમુદાયના કેટલાક સંગઠનોને ઇમરજન્સીનું ટ્રેલર વાંધાજનક લાગ્યું હતું અને તેઓ ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.