બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut targets 'Brahmastra' director, says- ' whoever calls him a genius should be put in jail'

મનોરંજન / આમને તો જેલમાં નાંખી દેવા જોઈએ: Brahmastra પર બરાબરની ભડકી કંગના રનૌત, જાણો શું બોલી

Megha

Last Updated: 10:19 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતે 'બ્રહ્માસ્ત્ર'ના મેકર અયાન મુખર્જી પર પણ કટાક્ષ કરીને એ લોકો પર પણ નિશાનું સાધ્યું હતું જેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર ગમી છે.

  • બ્રહ્માસ્ત્ર ફિલ્મ પર ભડકી કંગના 
  • પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે લોકો - કંગના 
  • 600 કરોડ એ ફિલ્મ માટે જેના દિગ્દર્શકે જીવનમાં એક પણ સારી ફિલ્મ નથી બનાવી - કંગના 

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેના બેબાક અંદાજ અને વિવાદિત નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે એવામાં કંગનાએ ફરી એકવાર આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પર કટાક્ષ કર્યો છે. આ ફિલ્મને લઈને કંગનાએ તેના સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કંગના રનૌતે 'બ્રહ્માસ્ત્ર'ના મેકર અયાન મુખર્જી પર પણ કટાક્ષ કરીને એ લોકો પર પણ નિશાનું સાધ્યું હતું જેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર ગમી છે. 

ફિલ્મ પર ભડકી કંગના 
કંગના રનૌતે એક સાથે કરણ જોહર અને આલિયા ભટ્ટ-રણબીર કપૂર પર કટાક્ષ કર્યો હતો. જ્યારે ફિલ્મ માટે દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિક્સ પ્રતિસાદ મળ્યો છે ત્યારે કંગનાએ ફિલ્મ નિર્માતા પર 'ખોટું' વહેંચવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું હતું કે 'બોલિવૂડમાં એક એવો વર્ગ છે જે પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.' 

નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશૉટ 
'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ છે. કંગનાએ ફિલ્મના નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે, 'જ્યારે તમે  'ખોટું' વહેંચવાનો પ્રયાસ કરો છો ત્યારે આવું થાય છે. કરણ જોહર લોકોને દરેક શોમાં આલિયા ભટ્ટ અને રણબીરને બેસ્ટ એક્ટર અને અયાન મુખર્જીને જીનિયસ કહેવા લોકોને મજબૂર કરે છે.' 

ફોક્સ સ્ટુડિયોએ પોતાને વહેંચવું પડ્યું
કંગના એ આગળ લખ્યું હતું કે, 'આનાથી શું સાબિત થાય છે કે 600 કરોડ એ ફિલ્મ માટે જેના દિગ્દર્શકે જીવનમાં એક પણ સારી ફિલ્મ નથી બનાવી. ભારતમાં ફોક્સ સ્ટુડિયોને આ ફિલ્મ પર પૈસા રોકવા માટે પોતાને વહેંચવા પડ્યા અને હજુ કેટલા કેટલા સ્ટુડિયો આ જોકરને કારણે બંધ થશે?'

કંગના આટલે જ નહતી અટકી પણ તેને આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન પર પણ કટાક્ષ કર્યો હતો અને 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝના થોડા મહિના પહેલા માતા-પિતા બનવાની જાહેરાત વિશે વાત કરી હતી આ સાથે જ KRKની ધરપકડ, મીડિયાને નિયંત્રિત કરવું, રિવ્યુ ખરીદ્યા, ટિકિટો ખરીદી આવી ઘણી વાત વિશે લખ્યું હતું સાથે જ ધાર્મિક મુદ્દાને લઈને પણ કંગનાએ લખ્યું હતું અને krk ને નહીં પણ જે લોકો અયન મુખર્જીને જિનિયસ કહે છે તેને જેલમાં નાખવા જોઈએ. અંતમાં કંગનાએ લખ્યું હતું કે 'તેઓ બધી બેઈમાની કરી શકે છે પણ સારી ઈમાનદાર ફિલ્મ બનાવી શકતા નથી.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Brahmastra Kangana Ranaut બ્રહ્માસ્ત્ર Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ