કંગના રનૌત એકતા કપૂરનાં શો લોક અપને હોસ્ટ કરી રહી છે. જાણો એકતા કપૂરના તેને હોસ્ટ તરીકે પસંદ કરવા પર કંગના શું કહે છે
કંગના એકતા કપૂરનાં રિયાલીટી શો લોક અપને કરી રહી છે હોસ્ટ
એકતાએ કંગનાને કહી હતી આ વાત
કંગનાની અપકમિંગ ફિલ્મો
કંગના એકતા કપૂરનાં રિયાલીટી શો લોક અપને કરી રહી છે હોસ્ટ
બોલિવુડ ક્વીન કંગના રનૌત પોતાના સ્ટ્રેટફોરવર્ડ નેચરને કારણે ઓળખાય છે. તે દરેક મુદ્દા પર પોતાનાં ઓપિનિયન આપવાથી પાછળ રહેતી નથી. જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવનાર કંગના રનૌત ઓટીટી ડેબ્યૂ કરી રહી છે. હોસ્ટ તરીકે તેણે ઓટીટી પ્લેટફોર્મ પર પગ મુક્યા છે. કંગના એકતા કપૂરના રિયાલીટી શો લોક અપને હોસ્ટ કરતી જોવા મળે છે. કંગનાનાં શોના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. કંગનાએ ખુલાસો કર્યો છે કે કેમ એકતા કપૂર તેમની પાસે આ શો હોસ્ટ કરાવવા માંગતી હતી. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો છે.
એકતાએ કંગનાને કહી હતી આ વાત
કંગનાએ જણાવ્યું કે એકતાએ તેમને કહ્યું હતું કે તે સ્ક્રીન પર સ્ટ્રોંગ મહિલાનાં પાત્રો ભજવ્યા છે પરંતુ શું તને ખ્યાલ છે કે તું કેટલી સ્ટ્રોંગ છે અને તારી પર્સનાલીટી કેટલી સ્ટ્રોંગ છે. હું તેનો ઉપયોગ કરવા માંગુ છું, ન કોઈ પાત્રનો. હું તને કંગના તરીકે જોવા માંગુ છું.
લોક અપ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. આ શોમાં સૌથી વધારે વિવાદિત સેલેબ્રિટીઝને જેલમાં પૂરવામાં આવે છે. શોમાં કન્ટેસ્ટંટને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. વીકએંડ પર કંગના શોનાં કન્ટેસ્ટંટને મળે છે અને તેમની ભૂલો વિષે જણાવે છે. કંગના સાથે કારણ કુન્દ્રા પણ આ શોમાં જોવા મળે છે. તે શોમાં જેલર તરીકે જોવા મળ્યા.
વર્કફ્રંટની વાત કરીએ તો કંગના રનૌત પાસે આ સમયે પ્રોજેક્ટ્સની લાઈન લાગેલ છે. તેમની ફિલ્મ તેજસ અને ધાકડ જલ્દી જ રિલીઝ થવાની છે. આ ઉપરાંત, તે ઈમરજન્સી તથા મણીકર્ણિકા રિટર્નમાં જોવા મળશે. કંગના રનૌત ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરી રહી છે. તે ડાર્ક કોમેડી ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુ બનાવી રહી છે. આ ફિલ્મમાં નાવાઝુદ્દીન સિદ્ધકી અને અવનીત કૌર લીડ રોલમાં જોવા મળશે.