બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મને લાગે છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની...', જુઓ સંસદમાં જયા બચ્ચનના પ્રતિનિધિત્વ પર શું બોલી કંગના
Last Updated: 06:18 PM, 17 September 2024
કંગના રણૌતે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનના વખાણ કર્યા છે. કંગનાઓ કહ્યું કે જયા બચ્ચન એ અભિનેત્રી છે જેમણે 70ના દશકમાં મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આટલું જ નહીં કંગનાએ એમ પણ કહ્યું કે તેને ખૂબ જ સારૂ લાગે છે જ્યારે જયા બચ્ચન જેવી એક્ટ્રેસ સંસદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે.
ADVERTISEMENT
જયા બચ્ચનના ફોટો પર કંગનાએ કર્યું રિએક્ટ
ADVERTISEMENT
કંગના રણૌતને જયા બચ્ચનનો ફોટ બતાવવામાં આવ્યો એને તેમને આ ફોટો વિશે સવાલ કરવામાં આવ્યા. એવામાં કંગનાએ જયા બચ્ચનનો ફોટો જોયા બાદ કહ્યું, "જયા બચ્ચન આપણી ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીમાંથી એક છે. ઈમાનદારીથી કહું તો તે ભલે પોતાના ગુસ્સાવાળા સ્વભાવના કારણે જાણીતી છે. પરંતુ તેમણે તે સમય....70ના દશકમાં ગુડ્ડી જેવી ફિલ્મ કરી હતી."
કંગનાએ આગશ કહ્યું, "તેમણે તે સમયે મહિલા સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. મને લાગે છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ગરિમામયી મહિલાઓમાંથી એક છે. જે રીતે તે રાજ્યસભામાં પોતાને રજૂ કરે છે...મને ખૂબ જ સારૂ લાગે છે કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે."
વધુ વાંચો: Video: બરફ વચ્ચે ગરમાગરમ જલેબી ખાતા નજરે પડ્યાં સની દેઓલ, શેર કર્યો મજેદાર Video
તે આપણા વડિલ
કંગનાએ આગળ કહ્યું, "જયા બચ્ચન તે અભિનેત્રીઓમાંથી એક છે જેમણે પોતાના કામમાં ગરિમા લાવી." તેના બાદ જ્યારે કંગનાને વર્ષ 2020માં થયેલા તેના અને જયા બચ્ચનની વચ્ચેના વાક યુદ્ધ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું, "જો અમે એક બીજાને કંઈ કહીએ છીએ... મને લાગે છે કે તે આપણા વડીલ છે. જો તે કંઈક કહે છે તો તેનું ખોટુ ન માનવું જોઈએ."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IIFA Awards 2025 Jaipur / PM મોદીએ IIFA એવોર્ડ્સની રજત જયંતિ પર આપી શુભેચ્છા, 25 વર્ષ પૂર્ણ થવા પર લખ્યો ખાસ સંદેશ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.