બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:50 PM, 12 May 2022
ADVERTISEMENT
કંગના કોઈ પણ મુદ્દા પર વાત કરતા અચકાતી નથી. પરંતુ જ્યારે પણ તેની પર્સનલ લાઈફની વાત આવે ત્યારે કંગના મૌન રહેવામાં જ સમજદારી માને છે. અત્યાર સુધી કંગનાએ તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે કોઈ વાત મુકી નથી. પરંતુ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કંગનાએ ખુલાસો કર્યો કે શા માટે તેમને લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે.
ADVERTISEMENT
કંગનાએ પોતાના લગ્ન પર કરી વાત
કંગના રનૌતે તેના ફિલ્મ પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શેર કર્યું કે આખર તે લગ્ન કેમ કરી શકતી નથી? કંગનાએ હસતા કહ્યું કે અફવાઓના કારણે તે લગ્ન નથી કરી શકતી. તેને કહ્યું કે એવી અફવાઓ વહેતી થઈ છે કે, 'હું છોકરાઓને મારુ છું.' કંગનાએ કહ્યું કે આવી અફવાઓએ એવી ધારણા બનાવી દીધી છે, જે એને સ્પેશિયલ માણસ શોધતા રોકી રહી છે.
કંગનાએ કહ્યું લોકો અફવાઓ ફેલાવે છે
આ ઈન્ટરવ્યુમાં કંગનાએ વધુમાં કહ્યું, એવુ નથી રીયલ રાઈફમાં હું કોને મારીશ? હું લગ્ન નથી કરી શકતી કારણ કે તમારા જેવા લોકો જ આવી અફવાઓ ફેલાવે છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કંગનાએ તેના ભવિષ્યને લઈને પણ વાત કરી હતી. તેણે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે આગામી 5 વર્ષોમાં પોતાને એક માંના રુપમાં જોવા માંગે છે. કંગનાએ કહ્યું કે, હું લગ્ન કરવા માગુ છું અને બાળકો ઈચ્છુ છું. હું પોતાને પાંચ વર્ષોમાં એક માં અને પત્નીના રુપમાં જોઉ છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sikandar First Review / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.