ગુસ્સામાં મુંબઇ / કંગનાએ મુંબઇને POK સાથે સરખાવ્યુ તો બોલિવૂડના નિશાના પર આવી એક્ટ્રેસ

 kangana ranaut Comment about mumbai

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત તેના નિવેદનો માટે જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતી દેખાય છે. આ દરમિયાન કંગનાની એક ટ્વિટ ચર્ચામાં આવી હતી, જેમાં તેણે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK સાથે કરી છે. આ ટ્વિટ પછી કંગના લોકોના નિશાના પર આવી ગઇ છે.  બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ કંગનાના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. આ લિસ્ટમાં રેણુકા શહાણે અને સોનુ સૂદ જેવા સિતારા સામેલ છે. બધાએ મુંબઇ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી છે અને ઘણાએ કંગનાનું નામ લીધા વિના તેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ