Monday, May 20, 2019

વિવાદ / આદિત્ય પંચોલી પર મારપીટ અને શોષણનો આરોપ, આ છે મામલો

આદિત્ય પંચોલી પર મારપીટ અને શોષણનો આરોપ, આ છે મામલો

આદિત્ય પંચોલી અને કંગના રનૌતનો વર્ષો જૂનો વિવાદ ફરીથી ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર કંગના રનૌત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જાણો શું છે સમગ્ર વિવાદ

આદિત્ય પંચોલી અને કંગના રનૌતનો વર્ષો જૂનો વિવાદ એક વખત ફરીથી ચર્ચામાં છે. ક્યારેક બંને રિલેશનશિપમાં હતા. પરંતચુ એમના રિલેશન સમયની સાથે ખરાબ રીતે પૂર્ણ થયા. કંગનાએ આદિત્ય પંચોલી પર શારીરિક હિંસા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે માહિતી મળી છે કે આદિત્ય પંચોલીએ થોડાક દિવસ પહેલા કંગના રનૌતની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

આદિત્ય તરફથી કરવામાં આવેલી ફરિયાદ, કંગનના અને એની બહેન રંગોલી ચંદેલનો એ ફરિયાદનો જવાબ છે જેમાં એને આદિત્ય પર શોષણ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં આદિત્ય પંચોલીએ દાવો કર્યો છે કે કંગના રનૌતના વકીલે એની પર કેસ દાખલ કરવાની ધમકી આપી છે. જે આદિત્યના હિસાબથી ખોટું છે. 

આદિત્ય પંચોલીએ કંગના વિરુદ્ધ રવિવારે મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી, આદિત્ય પંચોલીએ પુરાવા તરીકે વીડિયો અને ફોન રેકોર્ડિંગ પણ જમા કરાવ્યા છે. જણાવી દઇએ કે કંગના અને આદિત્ય પંચોલી વચ્ચેનો આ મામલો 13 વર્ષ જૂનો છે. 

આદિત્ય પર કંગનાએ શું આરોપ લગાવ્યો હતો?
આદિત્યનું નામ લીધા વગર એની સાથે સંબંધને લઇને કંગના રનૌતે કહ્યું કે અમે પતિ પત્નીની જેમ જ રિલેશનશિપમાં હતા. અમે બંને અમારા માટે યારી રોડ પર એક ઘરનું પ્લાન પણ કરી રહ્યા હતા. અમે એક મિત્રના ઘરે 3 વર્ષ સુધી એક સાથે પણ રહ્યા હતા. હું જે ફોનનો ઉપયોગ કરી રહી હતી એ પણ એમનો જ હતો. 
 

Bollywood Kangana Ranaut Aditya Pancholi Rangoli Chandel
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ