Team VTV03:17 PM, 15 May 19
| Updated: 03:20 PM, 15 May 19
કામી રીતા શેરપાએ 49 વર્ષની ઉંમરમાં 23મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઇ કરી છે. તેઓએ સવારનાં અંદાજે સાત વાગીને 50 મિનીટ પર એવરેસ્ટ પર ચઢાઇ કરીને પોતાનો જૂનો રેકોર્ડ તોડી દીધો છે. શેરપાએ દુનિયાનો સૌથી ઉંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધારે વાર સફળતા સાથે પહોંચવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

49-year-old Kami Rita Sherpa scales Mount Everest for the 23rd time at around 7:50 am local time from Nepal side, breaking his own record for most summits on Mt Everest
કોણ છે શેરપા સમુદાય?
શેરપાની આ સફળતાનો એક અર્થ એ પણ છે કે તે દુનિયાનાં સૌથી અનુભવી એવરેસ્ટ પર્વતારોહી બની જશે. તેઓ કહેતા આવ્યાં છે કે તેઓ ઇતિહાસ બનાવવાની કોશિશ એટલાં માટે કરે છે કે જેથી તેમનાં દેશ અને સમુદાયને આની પર ગર્વ થાય.
ક્યારે કર્યુ હતું પ્રથમ ચઢાણ?
શેરપા વર્ષ 1994માં પ્રથમ વાર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા હતાં. વિદેશી અમૂમન પર્વતારોહી પર્વતારોહણને માટે અનુભવી શેરપાઓની મદદ લીધા કરે છે. અનુભવી શેરપા પર્વતારોહી દળ માટે ટ્રાવેલ રૂટ તૈયાર કરે છે. આ લોકો દોરડાંઓ જગ્યા પર લગાવે છે અને જરૂરી હથિયાર અને સામાન સાથ લઇને ચાલે છે.