kamala harris first woman vise president in america united states
ઇતિહાસ /
અમેરિકાઃ કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપતિ બનતા જ 'પ્રથમ' શબ્દ તેમના આગળ જોડાઇ ગયો કારણ કે...
Team VTV10:47 PM, 20 Jan 21
| Updated: 11:24 PM, 20 Jan 21
આજે કમલા હૈરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ સાથે તેમના નામની આગળ કેટલાક 'પ્રથમ' જોડાઇ ગયા. કમલા હૈરિસ સૌથી પહેલા તો આ અમેરિકામાં આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા બન્યા. સાથે જ પ્રથમ અશ્વેત મહિલા પણ. આ સાથે ભારતીય મૂળ સાથે સંબંધ રાખનારી આવી પ્રથમ મહિલા પણ બની જે અમેરિકાના બીજા શક્તિશાળી પદ પર બિરાજમાન બન્યા. તો અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે જો બાયડને શપથ લીધા છે.
ભારતીય મૂળના કમલા હૈરિસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના લીધા શપથ
અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા
જો બાયડને અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદના લીધા શપથ
ભારતીય મૂળની કમલા હૈરિસ અમેરિકાના નવી ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ત્યારેથી અમેરિકામાં ભારતીય મૂળનો ડંકો વાગી રહ્યો છે. જે ભારત અને અમેરિકા માટે ઐૈતિહાસિક છે. આ અવસરે તેમની ઉપલબ્ધિઓની સાથો સાથ દુનિયાભરની નજરો તેમના ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા ભર્યા પરિવાર પર પણ થશે, જે અમેરિકાની રાજનીતિમાં ઇતિહાસ રચ્યો છે. ડેમોક્રેટ નેશનલ કન્વેશનમાં તેમના ચર્ચિત ભાષણથી લઇને ઉપરાષ્ટ્રપતિ સુધીની તેમની સફર દિલચસ્પ રહી છે.
અમેરિકામાં વધ્યું ભારતીયતાનું વર્ચસ્વ
બાયડનની જીત થઈ છે ત્યારે તેઓ માટે ખાસ સમય શરૂ થયો છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં ભારતીયોને જે વાયદા કર્યા છે તે પૂરા કરવાનો સમય આવ્યો છે. બાયડનની સાથે જે રીતે અમેરિકામાં ભારતવંશીઓની ધાક વધી રહી છે તેની અસર ભારતની સાથેની નીતિઓમાં દેખાશે. ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા બાયડન જ્યારે ભારત આવ્યા હતા ત્યારે જ તેઓએ ભારતની સાથે પેઢીઓ સાથે સંબંધ જોડ્યો હતો.
કમલા હૈરિસના નામની અસર ભારત સુધી દેખાઈ
બાયડને ઉપરાષ્ટ્રપતિના પદ માટે અમેરિકાના ભારતવંશીઓની સામે કમલા હેરિસનો વિકલ્પ રાખી દીધો હતો. ટ્રમ્પની ભારત પ્રેમ ચાલની રાજનીતિક રીત હતી, પણ સાથે જ ભારતના મનમાં એક વિશ્વાસ જીતવાની ચાલ પણ. ટ્રમ્પ અને બાયડનની લડાઈમાં કમલા હેરિસના નામની અસર ભારત સુધી દેખાઈ હતી. કમલા હેરિસ બાયડનને માટે ટ્રમ્પની વિરુદ્ધ એક્કો સાબિત થઈ. તેઓએ ભારતીય મૂળના અમેરિકીઓના મનમાં તેમના પક્ષમાં કામ કર્યું. સ્વિંગ વોટર્સને વિચારવાનો અવસર મળ્યો અને સહયોગી દેશ સાથેના સંબંધો પણ મજબૂત બન્યા.
બાયડને ચૂંટણીના ઘોષણાપત્રમાં ભારતીયોને અલગ મહત્વ આપ્યું
બાયડને ચૂંટણી સમયે જે જાહેરનામું બહાર પાડ્યું તેમાં ભારતીયોને ખાસ મહત્વ આપ્યું. તેની અસર એ થઈ કે અત્યારસુધીના રિઝલ્ટના અનુસાર બાયડનની સાથે લગભગ દોઢ ડઝન ભારતવંશીઓએ જીતનો પરચમ લહેરાવ્યો. એક રિપોર્ટ અનુસાર 20 લાખથી વધારે ભારતીય અમેરિકનોએ વોટિંગ કર્યું જેમાં 5 લાખથી વધારે વોટ્સ ફક્ત ફ્લોરિડા, મિશિગન અને પેન્સિલવેનિયામાં પડ્યા.