kamal nath government on sri lanka sita mata temple construction
નિર્માણ /
ભારતમાં રામ મંદિર, શ્રીલંકામાં સીતા મંદિર... જાણો ક્યારે તૈયાર થશે શ્રીલંકામાં સીતા મંદિર
Team VTV09:44 AM, 28 Jan 20
| Updated: 09:52 AM, 28 Jan 20
મધ્યપ્રદેશ સરકાર શ્રીલંકામાં સીતા માતાનું મંદિર બનાવવા જઈ રહી છે. આ મંદિર અંગેનો પ્રસ્તાવ વર્ષ 2012માં શ્રીલંકા સરકાર પાસે મુકવામાં આવ્યો હતો. મંદિર બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે . જાણો મધ્યપ્રદેશ સરકાર કેવી રીતે આપણે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આકાર.
મંદિર બનાવવા આ નાણાકીય વર્ષમાં ભંડોળ પુરૂં પાડવામાં આવશે
સાંચીમાં બૌદ્ધ સંગ્રહાલય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવશે
વર્ષ 2012માં શિવરાજસિંહે શ્રીલંકા સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો
આ પ્રસ્તાવ આકાર પામી રહ્યો છે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે જાહેરાત કરી છે કે શ્રીલંકામાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવશે. કમલનાથે એમ પણ કહ્યું છે કે, ‘મંદિરની ડિઝાઈનને અંતિમ રૂપ આપી દેવાયું છે. તેમજ તેના માટે ભંડોળ પણ પુરૂ પાડવામાં આવશે. મંદિર બનાવવા માટે બનાવાયેલી સમિતિ મંદિરનાં નિર્માણ કાર્ય પર નજર રાખશે. વર્ષ 2012માં શિવરાજસિંહ ચૌહાણે શ્રીલંકા સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવ આકાર પામી રહ્યો છે.
મધ્યપ્રદેશ અને શ્રીલંકાનાં અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવી
શ્રીલંકામાં સીતા માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. જેના પ્રયાસો ઝડપી બન્યાં છે. સોમવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ અને શ્રીલંકાનાં અધિકારીઓ વચ્ચે બેઠક યોજાયી હતી. મંદિર નિર્માણ માટે મધ્યપ્રદેશ અને શ્રીલંકાનાં અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે. મંદિરની સાથે સાંચીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધ સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર બનાવવા પર ચર્ચા કરવામાં આવી છે.
સાંચીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધ સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર બનાવાશે
બેઠકમાં મહાબોધિ સોસાયટીનાં અધ્યક્ષ બનાગલા ઉપતિસા હાજર હતાં. કમલનાથે બૌદ્ધ સંગ્રહાલય, અભ્યાસ અને પ્રશિક્ષણ કેન્દ્રો માટે જમીન આપવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેટલીક જાપાની કંપની અને અન્ય સંસ્થાઓમાં સાંચીમાં વિભિન્ન સંરચનાઓ નિર્માણ માટે નાણાકિય મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જનસંપર્ક મંત્રી પીસી શર્માએ શ્રીલંકાની મુલાકાત દરમિયાન સીતાનાં મંદિર વિશે ચર્ચા કરી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે જો ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો સીતા મંદિર અને સાંચી આવનારા માટે સરળતા રહેશે.