બીજેપી કા નામ "બળાત્કાર જનતા પાર્ટી" હોના ચાહીએઃ કોંગ્રેસ સાંસદ કમલનાથ

By : admin 04:19 PM, 16 April 2018 | Updated : 04:21 PM, 16 April 2018
ન્યૂ દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ કમલનાથે ભારતીય જનતા પાર્ટીને નામ બદલવાની સલાહ આપી છે. આ સલાહ તેઓએ બળાત્કારનાં મામલામાં ભાજપનાં નેતાઓનું નામ સામે આવવાને કારણે આપી છે. એમનું કહેવું એવું છે કે ભાજપે પોતાનું નામ બદલીને "બળાત્કાર જનતા પાર્ટી" કરી દેવું જોઇએ.

પૂર્વ મંત્રીએ જણાવ્યું કે,"ભારતીય જનતા પાર્ટીનાં 20 એવાં નેતાઓ છે કે જેઓ બળાત્કારથી જોડાયેલ કેસમાં આરોપી છે. જો કે હવે એમનું નામ ભારતીય જનતા પાર્ટી હોવું જોઇએ કે બળાત્કાર જનતા પાર્ટી હોવું જોઇએ એ જનતાને વિચારવું જોઇએ."

કમલનાથ માત્ર એટલે જ ના અટક્યા પરંતુ તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની સરકારનાં કામોને પણ નિશાન બનાવ્યું. કમલનાથે ટ્વિટ કરીને કવિતાનાં આધારે ભાજપને આડે હાથ લીધો.
 તેઓએ ટ્વિટમાં એમ જણાવ્યું કે,"ભાજપનાં નારાઓને જનતા હવે એમ કહે છે કે મેક ઇન ઇન્ડીયા-રેપ ઇન્ડીયા બેટી પઢાઓ, બેટી બચાવો-બેટી છિપાવો, બળાત્કારીઓ સે બચાવો... દેશ બદલ રહા હૈ-બેટિઓ કે સાથ રોજ રેપ હો રહા હૈ... સ્ટાર્ટ અપ ઇન્ડીયા-રોજ બ્રેક હો રહી બહન-બેટીયાં અબકી બાર-નારી કી ઇજ્જત રોજ હો રહી તાર-તાર."Recent Story

Popular Story