Kalupur railway station will rival the airport, the redevelopment work will be completed in 36 months, the facilities will be
કાયાપલટ /
એરપોર્ટને પણ ટક્કર મારે તેવું હશે કાલુપુર રેલવે સ્ટેશન, રિડેવલપમેન્ટનું કામ 36 માસમાં થશે પૂર્ણ,આવી હશે સુવિધાઓ
Team VTV11:36 PM, 19 Mar 23
| Updated: 11:39 PM, 19 Mar 23
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણની વાતો વચ્ચે અમદાવાદ રેલવે વિભાગે 36 મહિનામાં રીડેવલોપમેન્ટનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે.
અમદાવાદ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાશે
રેલવે વિભાગે 36 મહિનામાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો
નવનિર્મિત રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણની વાતો વચ્ચે અમદાવાદ રેલવે વિભાગે 36 મહિનામાં રીડેવલોપમેન્ટનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દિલ્લી, મુંબઇ સહિતના એરપોર્ટને ટક્કર મારશે તેવું અમદાવાદનું નવું રેલવે સ્ટેશન બનશે. અમદાવાદનું નવનિર્મિત રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની થીમ પર બનશે.
રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન એટલે કાલુપુર રેલવે સ્ટેશન. જેની આગામી વર્ષોમાં આ રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. કારણ કે આ રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અદ્યતન સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશનમાં ફેરવાઇ જશે. દેશભરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આવા 1 હજાર 275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરાયા છે. જેમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનનો સમાવેશ છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કામનો પ્રારંભ થઇ ગયો છે. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સ્ટેશન બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત
આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશનને મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાય વોક, લેન્ડ સ્કેપ પ્લાઝા વગેરે જેવી વિશ્વ સ્તરની સુવિધા મળશે. સ્ટેશન બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. રેલવે સ્ટેશન પર હેરિટેજ સ્મારકોને બિલ્ડિંગોનો ભાગ બનાવવામાં આવશે અને તેને સાચવવામાં આવશે. આનાથી સ્ટેશનના સ્થાપત્યના મૂલ્યમાં તો વધારો થશે. સાથે જ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે પણ આકર્ષકનું કેન્દ્ર બનશે...
7 એકરનો મેઝનીન પ્લાઝા બનાવવામાં આવશે
મહત્વનું છે કે રેલવે ટ્રેકની ઉપર 15 એકરનો કોન્કોર્સ પ્લાઝા અને 7 એકરનો મેઝનીન પ્લાઝા બનાવવામાં આવશે. યાત્રીઓ માટે આ કોન્કોર્સમાં વેઇટિંગ એરિયા હશે. જેમાં શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ હશે. ત્યારે આગામી વર્ષોમાં અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તો નવાઇ નહીં...