Kalupur police arrested a 23-year-old man with a quantity of 83 grams of MD drugs
અમદાવાદ /
મોટીવેશનલ સ્પિકરમાંથી રૂપિયાની લાલચે ડ્રગ્સ કેરિયર બનેલો 23 વર્ષીય યુવક ઝબ્બે, કાલુપુર પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા
Team VTV12:38 AM, 22 Jun 22
| Updated: 07:35 AM, 22 Jun 22
મુળ રાજસ્થાનનો રહેવાસી ગણપત ઝાલારામ બિશનોઈ મોટીવેશનલ સ્પિકર છે પરંતુ વધુ પૈસાદાર બનાવાના ચક્કરમાં ડ્રગ્સ કેરિયર બોય તરીકે કામ કરે છે.
અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ કેરિયર ઝડપાયો
કાલુપુર પોલીસે 23 વર્ષીય યુવકની કરી ધરપકડ
83 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ
રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે યુવક
અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાય રહ્યા છે ત્યારે કાલુપુર પોલીસે બાતમીના આધારે સારંગપુર સર્કલ નજીકથી એક શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કાલુપુર પોલીસે 23 વર્ષીય ગણપત ઝાલારામ બીશનોઇ નામના શખ્સની 83 ગ્રામ એમ. ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બાડમેરથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને તે પેહલા જ પોલીસે ધરપકડ કરી લીધી છે.
83 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ
પોલીસ ગિરફતમાં રહેલ 23 વર્ષીય ગણપત ઝાલારામ બીશનોઇ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે અને ડ્રગ્સ કેરિયર બોય તરીકે કામ કરે છે. કાલુપુર પોલીસે ગણપતને 83 ગ્રામ એમ. ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. કાલુપુર પોલીસને એક બાતમી મળી હતી કે સારંગપુર સર્કલ નજીક એક યુવક રાજસ્થાન થી ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહ્યો હતો તે આધારે એક શકાસ્પદ યુવક તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.
જામનગરના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપી ગણપત બીશનોઇ એક મોટિવેશન સ્પીકર છે પરંતુ શોટકટમાં પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાનનો ડ્રગ્સ પેડલર દેવરાજ ચૌધરીએ ગણપત બિશનૌઈ ડ્રગ્સના જથ્થો સપ્લાય માટે મોકલ્યો હતો. જે ડ્રગ્સનો જથ્થો જામનગર ના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જોકે ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલા જ કાલુપુર પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધો છે.
એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા
ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા. અને આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાત માં ડ્રગ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજેસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.