બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Kalol MLA Fatesinh slapped the officials, blocked the employee's speech, there was a complaint of demanding money.

લાલીયાવાડી / કાલોલના MLA ફતેસિંહએ અધિકારીઓને ઝાટક્યા, કર્મચારીની બોલતી કરી બંધ, રૂપિયા માંગતા હોવાની થઈ હતી ફરિયાદ

Vishal Khamar

Last Updated: 08:07 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ જીલ્લા DILR કચેરીના અધિકારીઓની આડોડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. ત્યારે અધિકારીઓ દ્વારા અરજદારોના કામ કરવામાં આવતા નથી અને તેઓની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે.

  • પંચમહાલ જિલ્લા DILR કચેરીના અધિકારીઓની આડોડાઈ ચરમસીમાએ
  • કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અધિકારીઓને ખખડાવ્યા
  • જિલ્લા DILR માં રેગ્યુલર અધિકારી મુકવાની પણ સ્થાનિકોની છે માંગ

 સરકારી કર્મચારીઓને રેઢીયા ખાતાને લઈને અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે. જેને લઈને અરજદારનો સમય અને પૈસાનો વ્યય થાય છે. પંચમહાલમાં અધિકારીઓનાં અસભ્ય વર્તનને લઈને તેમજ તેઓની આડોડાઈના કારણે અરજદારોના ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. હવે અરજદારોની વ્હારે ધારાસભ્ય આવ્યા છે. ધારાસભ્ય દ્વારા તાત્કાલીક ધોરણે અધિકારીઓને કચેરીનું તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરવા સૂચના આપી છે.

 

અધિકારીઓને ધારાસભ્યએ આપી સૂચના
પંચમહાલ જીલ્લા DILR કચેરીના અધિકારીઓની આડોડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. ત્યારે અધિકારીઓ દ્વારા અરજદારોના કામ કરવામાં આવતા નથી અને તેઓની પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. આ બાબતની ફરિયાદો કાલોલના ધારાસભ્ય ફતેસિંહને મળતા તેઓ અધિકારીઓ પર અકળાયા અને અધિકારીઓને સૂચના આપીત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા કહ્યું. તેમજ કચેરીમાં આવનાર અરજદાર સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 6 માસ કરતા વધુ સમયથી અરજદારોની અરજીઓ પેન્ડિંગ હોવાની પણ ફરિયાદ મળી છે. તેમજ કચેરીના વડા અધિકારી પણ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. દરરોજ જમીન અંગે પ્રોપર્ટી કાર્ડ, નકશા મેળવવા આવતા અરજદારોને રોજ ધક્કા ખાવાનો પણ વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી ચાર્જમાં છે. સ્થાનિકો દ્વારા જિલ્લા DILR માં રેગ્યુલર અધિકારી મુકવાની પણ માંગ ઉઠવા પામી છે.
ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા
કાલોકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અધિકારીઓને તેમની બેદરકારીના કારણે ખખડાવ્યા છે. પંચમહાલ ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ કચેરીની પોલ ખુલી જવા પામી છે. ધારાસભ્ય દ્વારા કામ ન કરતા અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ દ્વારા અરજીના નિકાલ માટે રૂપિયા માંગતા હોવાની પણ ફરિયાદો થવા પામી છે. છેલ્લા 6 મહિનાથી પડતર અરજીઓને નિકાલ પણ ન થતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારો જમીનના પ્રોપર્ટી કાર્ડ, નકશા મેળવવા અરજદાનો ધક્કા ખાતા હતા. તેમજ કચેરીના વડા અધિકારી પણ ઘણાં સમયથી આવતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Adodai Panchmahal officers અધિકારીઓ આડોડાઈ પંચમહાલ Panchmahal News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ