બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કલ્કિના ડિરેક્ટર આ ફિલ્મની જોઈ રહ્યા છે રાહ, સાઉથની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ
Last Updated: 12:01 PM, 17 July 2024
હાલ બોક્સ ઓફિસ પર પ્રભાસની ફિલ્મ કલ્કિ ધૂમ મચાવી રહી છે. કલ્કિની આખી ટીમના આખા વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે. પરંતુ કલ્કિના ડિરેક્ટર નાગ અશ્વિન પ્રભાસની જ એક ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. હોમ્બલે ફિલ્મ્સની સલાર પાર્ટ 1- સીઝ ફાયર સુપરહિટ રહી હતી. ઈન્ડિયામાં સારા પર્ફોમન્સ બાદ જાપાનામાં પણ ફિલ્મ રિલીઝ થઈ છે, જ્યાં પણ ફિલ્મ રેકોર્ડ તોડી રહી છે. પ્રશાંત નીલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો બીજો પાર્ટ સલાર પાર્ટ 2: શોર્યંગા પર્વમ પણ આવવાનો છે. દર્શકો તો આ ફિલ્મની ઈંતેજારી પૂર્વક રાહ જોઈ જ રહ્યા છે. પરંતુ કલ્કિ 2898 AD ડિરેક્ટર નાગ અશ્વિન પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કલ્કિ 2898 AD ડિરેક્ટર નાગ અશ્વિનને પૂછવામાં આવ્યું કે તમે દર્શક તરીકે કઈ ફિલ્મના બીજા પાર્ટ માટે ઉત્સાહિત છો? તો તેનો જવાબ આપતા ડિરેક્ટરે કહ્યું કે,'એક દર્શક તરીકે હું સલારના બીજા પાર્ટ માટે ઉત્સાહિત છું. હું ગેમ ઓફ થ્રોન્સનો પણ મોટો ફેન છું, કારણ કે તે એક અલગ દુનિયા જેવું લાગે છે. અહીં દરેકના અલગ અલગ ઘર છે, દરેક ઘરેથી કોઈને કોઈ પાછું આવે છે. આ પ્રકારની વાર્તાઓ માટે હું ઉત્સાહિત છું'
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સલાર પાર્ટ 1- સીઝ ફાયર ફિલ્મ એક હૂક પોઈન્ટ પર પૂરી થઈ હતી, જ્યાં દર્શકોને એ કહેવામાં આવ્યું કે પ્રભાસનું પાત્ર દેવા જ સિંહાસનનો અસલી વારસદાર છે. પરંતુ તેણે ફિલ્મમાં પોતાના સૌથી સારા મિત્રને વાયદો કર્યો છે કે તે તેના માટે સિંહાસન જીતશે. એટલે એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે સલાર પાર્ટ 2: શોર્યંગા પર્વમ માટે લોકો વધારે એક્સપેક્ટેશન રાખી રહ્યા છે.
વધુ વાંચો: રામ ચરણની 450 કરોડની બિગ બજેટ ફિલ્મનો રિલીઝ પહેલા જ વીડિયો લીક, જુઓ વાયરલ ક્લિપ
ખાનસારની દુનિયાએ આખા વિશ્વના દર્શકોનું ધ્યાન આકર્ષ્યું છે અને ફિલ્મના બીજા પાર્ટ માટે લગભગ દરેક દર્શક ઈંતેજારીપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ દર્શકોને સરપ્રાઈઝ કરે છે, સાથે જ સિક્વલ સલાર પાર્ટ 2: શોર્યંગા પર્વમ માટે એક સ્ટેજ પણ તૈયાર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.