ક્યારેક સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક ના ઑડિશનમાં ફફેલ થઇ આલિયા હવે ભણસાલીની ફિલ્મમાં સલમાન ખાનની હીરોઇન છે. હાઇવે, ઉડતા પંજાબ અને રાઝી જેવી ફિલ્મો કરીને એ હિંદી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં પહોંચી ગઇ છે.
આલિયાએ કલંક ફિલ્મ માટે કહ્યું કે શૂટિંગ શરૂ કરત પહેલા મને એક શો અને કેટલીક ફિલ્મો જોવા માટે કહેવામાં આવ્યું. આ શો જિંદગી ગુલઝાર છે અને ફિલ્મોમાં મુગલે આઝામ, સિલસિલા, કભી કભી અને ઉમરાવ જાન જોઇ. આ કિરદાર માટે સૌથી વધારે પ્રેરણા મને રેખાજીની પાસેથી મળી. એમની આંખોથી બધું કહી દેવાની રીતે મને ખૂબ પસંદ આવી.
જ્યારે મને લાગ્યું કે મારો આગળનો સીને માધુરી જી સાથે થવાનો છે તો પહેલા દિવસે તો હું ઊંઘી પણ શકી નહીં. સેટ પર પહોંચી તો હું એટલી બેચેન થઇ ગઇ હતી કે હું ડરથી મારા હાથ પર બેસી ગઇ.
રણબીર સાથે લગ્નને લઇને આલિયાએ કહ્યું કે હું હાલ આ વિચાર પર બિલકુલ રસ ધરાવતી નથી. એવું નથી કે મને લગ્ન કરવામાં વાંધો છે પરંતુ હજુ દૂર દૂર સુધી એવો કોઇ વિચાર નથી.