બ્રેકિંગ ન્યુઝ
Juhi
Last Updated: 05:23 PM, 16 January 2020
આ શોર્ટ ફિલ્મની વાત કરવામાં આવે તો નવ મહિલાઓની આસપાસ વાર્તા ફરે છે, જે એક નાના રૂમમાં રહે છે. આ નવ મહિલાઓ પોતાના જીવનમાં ઘણું બધું સહન કરી ચૂકી હોય છે. તેઓ પોતાની વાતને એવા દેશની સામે મૂકે છે, જે દર્દ તથા ટ્રેજેડીને સામાન્ય સમજે છે.
ADVERTISEMENT
આ શોર્ટ ફિલ્મના પોસ્ટરમાં તમમ પાત્રો જોવા મળે છે, જેમાં કેટલાંકના ચહેરા પર મુશ્કેલી તો કેટલાંકના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ‘દેવી’ શોર્ટ ફિલ્મ બે દિવસમાં જ શૂટ થઈ ગઈ હતી. આ ફિલ્મને નિરંજન અય્યંગર તથા રાયન સ્ટીફને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે.
ADVERTISEMENT
કાજોલે આ શોર્ટ ફિલ્મ વિશે વાત કરતા કહ્યુ કે, તે ‘દેવી’ શોર્ટ ફિલ્મથી સારો સબ્જેક્ટ પહેલી શોર્ટ ફિલ્મ માટે ક્યારેય પસંદ કરી શકત નહીં. આ એક પાવરફુલ સ્ટેટમેન્ટ છે, જેને પ્રિયંકાએ ઘણી જ સારી રીતે લખ્યું છે. આ એવી ફિલ્મ છે, જેને દુનિયાની સામે શૅર કરવી જરૂરી છે. તે જ્યોતિનું પાત્ર પ્લે કરી રહી છે. આજે લિંગભેદ, શોષણ તથા ઉત્પીડનની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવે છે અને આ સમયે ‘દેવી’નું આવવું જરૂરી છે. તે ખુશ છે કે તેણે આ ફિલ્મમાં કામ કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.