બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 05:15 PM, 5 October 2021
ADVERTISEMENT
હાલમાં જ ન્યાસાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે વ્હાઇટ કલરમાં દેખાઇ રહી છે. ન્યાસા સાથે તેની એક મિત્ર પણ દેખાઇ રહી છે અને ન્યાસા અચાનક ડાન્સ કરવા લાગે છે. ત્યારે જ પાસે બેઠેલી મિત્રને જોરદાર તમાચો મારી દે છે. આ વીડિયો જોરદાર રીતે વાયરલ થઇ રહી છે.
ADVERTISEMENT
ન્યાસાનો તમાચો વાગે છે ત્યારે તેની ફ્રેન્ડ ચહેરો છૂપાવી લે છે અને રોવા લાગે છે. આ જોઇને ન્યાસા તેને સાંત્વના આપવાની જગ્યાએ હસવા લાગે છે. ન્યાસાનો આ વીડિયો જોઇને એક યુઝરે લખ્યું કે, આ બિલકુલ તેની માતા જેવી છે.
ન્યાસાનો આ વીડિયો જોઇને સોશ્યલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ તો લખી જ દીધું કે જોઇને વીડિયો બનાવો, બીચારીને આંખ પર વાગી ગયું. તો અન્ય એક યુઝરે લખ્યું કે પાગલ છોકરી પાછળ તો જો.
તમને જણાવી દઇએ કે અજયની લાડલી દીકરી ન્યાસા 18 વર્ષની છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ થયો હતો અને અજયથી ખુબ નજીક છે. ન્યાસાની તુલના ઘણીવાર કાજોલ સાથે કરવામાં આવે છે. તેને ઘણીવાર શ્યામ રંગના કારણે ટ્રોલ કરવામાં આવી છે.
કાજોલ તેના બાળકોને લઇને ખુબ પ્રોટેક્ટિવ છે. એકવાર તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઇએ મારા બાળકો તરફ આંખ ઉઠાવીને જોયું તો મને લાગે છે હું તેને છોડીશ નહી. કાજોલે કહ્યું કે તમારે બાળકો પર ભરોસો રાખવો જોઇએ કે બાળકો કોઇ પણ પરિસ્થિતિને હેન્ડલ કરી લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.