કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. બધાં જ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના બાળકોને લઈને ઘણાં જ ચિંતિત છે. અજય દેવગણ અને કાજોલને પણ દીકરી ન્યાસાની ચિંતા થઈ રહી છે. ન્યાસા અત્યારે ભારતમાં જ છે. તે સિંગાપુરમાં રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે, પરંતુ હવે એવા સમાચાર છે કે કાજોલ અને અજય ન્યાસાને એકલી સિંગાપુર મોકલવા નથી માંગતા. જેથી હવે કાજોલ ન્યાસા સાથે સિંગાપુર શિફ્ટ થવાનો પ્લાન બનાવી લીધો છે.
બોલિવૂડ અભિનેત્રી કાજોલે લીધો મોટો નિર્ણય
કાજોલને સતાવી રહી છે દીકરી ન્યાસાની ચિંતા
હવે ન્યાસાના અભ્યાસ માટે કાજોલ સિંગાપુર શિફ્ટ થશે
કાજોલ અને અજયની દીકરી ન્યાસા તેના લુકના કારણે હમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. એક રિપોર્ટ મુજબ, કોરોનાને કારણે કાજોલ તેની દીકરીને એકલી સિંગાપુર મોકલવા માંગતી નથી. જેથી તે થોડાં સમયમાં દીકરી ન્યાસા સાથે સિંગાપુર જ રહેશે. જ્યારે અજય દેવગણ દિકરા યુગ સાથે મુંબઈમાં જ રહેશે.
કાજોલ અને અજય નથી ઈચ્છતા કે ન્યાસાના અભ્યાસ પર કોઈ અસર થાયય જેથી કાજોલ દીકરી સાથે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યાસા સિંગાપુરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે. વર્ષ 2018માં અજય દેવગણે સિંગાપુરમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું, જેથી ન્યાસાને રહેવામાં કોઈ તકલીફ ન પડે. કાજોલ હવે આ જ ફ્લેટમાં દીકરી સાથે રહેશે.
રિપોર્ટ અનુસાર અજય દેવગણ હાલમાં બે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. આ સાથે, તે તેની આગામી ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. તેની ફિલ્મો, ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા અને સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક ફિલ્મ મેદાન પર કામ ચાલી રહ્યું છે. જેથી તે ભારતમાં જ રહેશે. તમને જણાવી દઈએ કે, ન્યાસા છેલ્લા ઘણાં સમયથી સિંગાપુરમાં છે. તે મોટાભાગે હોલિડે પર માતાપિતા સાથે સમય પસાર કરવા માટે મુંબઈ આવે છે. કાજોલ અને અજય દેવગણે બંને બાળકો ન્યાસા અને યુગ સાથે સારો સમય વિતાવે છે.