બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Kajol talks to fans on twitter with Ask Kajol funny revelation about husband Ajay Devgn
Noor
Last Updated: 12:50 PM, 4 May 2020
ADVERTISEMENT
કાજોલ હાલ ટ્વિટર પર વધુ એક્ટિવ થઈ ગઈ છે. આ દરમિયાન કાજોલે ટ્વિટર પર #AskKajol હેશટેગ દ્વારા ફેન્સને સવાલ પૂછવાનું કહ્યું. ત્યારે કેટલાક ફેન્સે ફની તો કેટલાકે અજીબોગરીબ પ્રશ્નો પૂછ્યા. જેમાંથી એક યુઝરે અજય દેવગનને લઈને સવાલ પૂછ્યો કે, લોકડાઉનમાં કેટલીવાર અજય દેવગને તેમના માટે કૂકિંગ કર્યું. તો જવાબમાં કાજોલે કહ્યું, મૈં અજયને ઘણીવાર કૂકિંગ કરવાનું કહ્યું પરંતુ તે આજ સુધી કિચનમાં આવ્યો નથી.
I keep telling Ajay to cook for me but so far he hasn’t been inspired to go into the kitchen! ;) https://t.co/wscOeeaF7K
— Kajol (@itsKajolD) May 3, 2020
ADVERTISEMENT
Nothing different. But when this lockdown gets over I will definitely spend more time with all my loved ones https://t.co/QvgLxGddPP
— Kajol (@itsKajolD) May 3, 2020
કાજોલના આ ફની જવાબ પર લોકો જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. બધાંને કાજોલનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે. જ્યારે એક યુઝરે તેને પૂછ્યું- તમે લોકડાઉનમાં એવું શું કરી રહ્યાં છો, જે લોકડાઉન પૂરું થયા બાદ પણ ચાલુ રાખશો. તો કાજોલે કહ્યું- કંઈ ખાસ અલગ નથી, પણ હાં, જ્યારે લોકડાઉન ખતમ થશે તો હું મારી નિકટના લોકો સાથે સમય પસાર કરીશ.
ઉલ્લેખનીય છે કે, કાજોલે એક કલાક સુધી ફેન્સના સવાલોના જવાબ આપ્યા. તમને જણાવી દઈએ કે કાજોલ પણ પતિ અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તે પરિવાર સાથેની અવારનવાર તસવીરો શેર કરતી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.