બોલિવુડ એક્ટ્રેસ કાજોલ ગત થોડા દિવસોથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. 27મી મેના દિવસે તેના સસરા વીરૂ દેવગન નિધન થયું જે પછી તેની માતા તનુજા મુખર્જી બિમાર પડી ગયા.
તનુજાજીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેના કારણે તેમની સર્જરી કરાવવી પડી હતી. સર્જરીના કેટલાક દિવસ પછી કાજોલે પોતાની માતા સાથે એક ફોટો શૅર કર્યો છે જેમાં તે એકદમ બદલાયેલા લાગી રહ્યા છે.
આ ફોટોમાં મા કાજોલ માતા ખભા પર માથું રાખ્યુ છે અને દિકરીને પાસે જોઇને માતા પણ ખુશ છે. આ ફોટોમાં તનુજાની સ્થિતિ કંઇ સારી હોય તેવુ લાગી રહ્યુ છે. તેમને જોઇને તે સ્પષ્ટ થાય છે કે, તેમનુ વજન પહેલા કરતા ઉતરી ગયુ છે.
કાજોલે આ ફોટો શૅર કરતા કેપ્શન આપ્યુ છે કે, ''હું તમામ લોકોને આભાર માનું છે જેમણે અમારા માટે પ્રાર્થના કરી છે. આ જે સ્માઇલ તમે જોઇ રહ્યા છે તે ખરેખર તમારા આભાર માટે જ છે.'' . કાજોલે હોસ્પિટલમાં માતાની ખાસ દેખરેખ રાખી હતી. હોસ્પિટલની બહારની ફોટોઝ પણ સામે આવી હતી.
કાજોલની માતાની ઉંમર 75 વર્ષ છે. તે નાની દીકરી તનીષા સાથે મુંબઇમાં રહે છે. તનુજા પોતાના સમયમાં એક પ્રખ્યાત એક્ટ્રેસ રહી ચૂકી છે. તેણે બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તનુજા મેમદીદી, ચાંદ ઔર સૂરજ, બહારે ફિર ભી આયેગી, જ્વેલ થીફ, નઇ રોશની, જીને કી રાહ, હાથી મેરે સાથી, અનુભવ, મેરે જીવન સાથી અને દો ચોર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.