નિધનના લગભગ 1 અઠવાડિયા પછી કાજોલએ વીરૂ દેવગનને સોશ્યલ મીડિયા પર શ્રદ્ઘાજલિ આપી છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવુડના ફેમસ એક્શન અને સ્ટંટમેન વીરૂ દેવગન 27 મેના હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા હતા, તેઓ એક્ટર અજય દેવગનના પિતા હતા. વીરૂ દેવગનના નિધન પર બોલિવુડ સહિત દેશના તમામ મોટી હસ્તીઓએ દુખ વ્યકત કર્ય હતુ. PM મોદીએ અજય દેવગનની માતાને પત્ર લખીને, તો અમિતાભ બચ્ચને બ્લોગ લખીને તેમને યાદ કર્યા હતા.
તો હવે કાજોલે પણ સસરા નિધન પર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે, કાજોલ પણ તેમને મિસ કરી રહી છે અને તેમનો ફોટો શૅર કર્યો છે. જેમાં તેણે કેટલીક સારી ક્ષણોને યાદ કરતા ઇમોશનલ નોટ લખી છે.
તસવીરનાં કેપ્શનમાં કાજોલે લખ્યું છે કે, ‘'તેમણે (વીરૂ દેવગન) તે દિવસે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો પરંતુ સાબિત કરવા માટે લાઇફનો ટાઇમ જતો રહ્યો. આટલા લોકો આ વ્યકિતના જવા પર શોકમાં છે પરંતુ તેમણે તેમનું જીવન સારી રીતે વિતાવ્યુ હતુ. RIP વિથ લવ''
My Mother & entire Devgan family are deeply touched & humbled in silence by this thoughtful gesture from our Honourable Prime Minister @narendramodi.
Thank you Sir. 🙏 pic.twitter.com/sJzFRzvMZb
તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ કાજોલ પહેલા પ્રધાનમંત્રી મોદીએ દેવગન પરિવાર માટે પત્ર લખ્યો અને સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીનો આ પત્ર અજય દેવગનની માતા વીણા દેવગનને લખ્યો હતો. અજય દેવગને પીએમ મોદીના આ પત્રને સોશ્યલ મીડિયા પર શૅર કરતા આભાર માન્યો હતો. અજયે ટ્વીટ કરી હતી, 'મારી માતા તથા પૂરો દેવગન પરિવાર પીએમ મોદીના આ પત્ર પર આભાર વ્યક્ત કરે છે'
અજય દેવગને શનિવાર (પહેલી જૂન)ના રોજ પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. આ સમયે અજયની સાથે પરિવારના કેટલાંક સભ્યો પણ હાજર રહ્યાં હતાં. અજય દેવગન પિતાની અસ્થિઓનું વિસર્જન કરવા આવવાનો હોવાથી ચાહકોની ભીડ જમા થઈ હતી