Kajol On Karwa Chauth: જે ભવ્ય રીતે આજકાલ કરવા ચોથ ઉજવવામાં આવે છે. કાજોલ તેનાથી ખુશ નથી. કાજોલનું માનવું છે કે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કભી ખુશી કભી ગમ'એ મહિલાઓની સાથે સાથે પુરૂષો માટે પણ કરવા ચોથના વ્રતને ખરાબ કરી દીધુ છે.
આજકાલ કરવા ચોથ પર હોય છે ભવ્ય સેલિબ્રેશન
આ રીતથી ખુશ નથી કાજોલ
કહ્યું પહેલા કરવા ચોથ હોતુ હતુ સિમ્પલ
કાજોલ હાલ ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 2'ને લઈને ચર્ચામાં છે. જે રિલીઝ થઈ ચુકી છે. કાજોલની એક્ટીંગની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કાજોલ હાલમાં જ આ ફિલ્મના પ્રમોશન માટે એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કભી ખુશી કભી ગમ'એ કરવા ચોથ ખરાબ કરી દીધા છે.
મહત્વનું છે કે કાજોલ, કરણ જોહરની આ બન્ને ફિલ્મોનો ભાગ હતી. આ ફિલ્મોમાં કરવા ચોથના વ્રતને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવતો બતાવવામાં આવ્યો હતો. મહિલાઓ ભારે જ્વેલરી અને નવા કપડા પહેરીને વ્રત કરતી જોવા મળતી હતી. પરંતુ કાજોલને આ રીતે વ્રત સેલિબ્રેટ કરવાથી મુશ્કેલી છે.
'મહિલાઓ બની જાય છે જ્વેલરીની દુકાન'
કાજોલે આ વિશે જણાવ્યું, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કભી ખુશી કભી ગમ'માં જે કરવા ચોથ દર્શાવવામાં આવી છે. તેણે બધા પુરૂષો અને મહિલાઓ માટે કરવા ચોથ ખરાબ કરી દીધી છે. હવે તેમને સારા કપડા પહેરવા પડે છે. પહેલા આ ખૂબ જ સિમ્પલ સેરેમની હોતી હતી.
પરંતુ અચાનક જ કરવા ચોથ એક મોટુ ફંક્શન બની ગયું છે. એક ફેશન ડિલ બની ગયું છે. જ્યાં દરેકને તૈયાર થવું પડે છે. મહિલાઓને જ્વેલરી પહેરવી પડે છે.... આખી દુકાન બનીને બેસીજાઓ બસ. જ્યાં સુધી તમે સારી દેખાય છો ત્યા સુધી ભુખ પણ ચાલશે.