બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કૃતિ સાઈકો થઈ, કાજોલ મર્ડર મિસ્ટ્રીની ગુથ્થી ઉકેલવામાં જોતરાઈ, ફિલ્મ 'દો પત્તી'નું દમદાર ટ્રેલર રીલીઝ
Last Updated: 04:42 PM, 14 October 2024
વર્તમાન સમયમાં ભારતમાં મચ અવેટેડ ફિલ્મોમાં એક કાજલ અને કૃતિ સેનનની ફિલ્મ 'દો પત્તી' પણ છે. ફેન્સ આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાજળ અને કૃતિની એક સાથે આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં બંને અભિનેત્રી એક જબરદસ્ત થ્રીલર કહાની સાથે જોવા મળશે. મેકર્સે લાંબા સમયે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેના પર દર્શકો તરફથી સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ફિલ્મમાં કાજલ એક પોલીસનું પાત્ર અને કૃતિ ડબલ રોલ પ્લે કરતી જોવા મળશે. મનાલીમાં સેટ કરેલી આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રી સાથે સસ્પેન્સ, થ્રીલ અને ડ્રામાથી ભરેલી છે. ફિલ્મના ટ્રેલરમાં કાજલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરતી એક જબરદસ્ત પોલીસ છે. આ સાથે કૃતિને ડબલ રોલ કરતી ટ્રેલરમાં બતાવવામાં આવી છે.
લોન્ચ થયું કાજલ-કૃતિની ફિલ્મ 'દો પત્તી' નું ટ્રેલર
'દો પત્તિયા' કૃતિ સેનન અને કનિકા ઢીલ્લોની પહેલી ફિલ્મ છે. આ બાબતે વાત કરતા કાનીકાએ કહ્યું,' આ પ્રોજેક્ટ ખુબ ખાસ છે અને દર્શકોને એક શાનદાર કહાની આપવા સિવાય કઈ નથી. તમે કૃતિને અલગ પાત્રમાં જોઈ શકશો અને કાજલ એક સારી અદાકારા છે જેને એક લેખક-નિર્માતાના રૂપે જોવી હકીકતમાં એક ખુશીની વાત છે.'
વધુ વાંચો:વિજયાદશમી પર કરાયું 'વનવાસ'નું એલાન, ગદર 2 બાદ હવે કલયુગની રામાયણ દેખાડશે અનિલ શર્મા
OTT પર ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
કાજલ અને કૃતિએ અગામી ફિલ્મ 'દો પત્તી' ની પહેલા 2015માં આવેલી ફિલ્માં 'દિલવાલે'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના માટે એક નવી શરૂઆત છે. આ ફિલ્મ શશાંક ચતુર્વેદી દ્વારા ડાયરેક્ટેડ છે અને કનિકા ઢીલ્લને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આ જ મહિનાની ૨૫ ઓક્ટોબરે નેટફ્લીક્સ પર રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.