Team VTV06:41 PM, 21 May 19
| Updated: 07:04 PM, 21 May 19
ભારતીય જનતા પાર્ટીના નેતા કૈલાશ વિજયવર્ગીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર એક ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને પશ્ચિમ બંગાળના ભાજપના ઉમેદવાર અર્જૂનસિંહના જીવ પર જોખમ છે. મમતા બેનર્જીએ પોલીસ કમિશ્નર સુનીલ ચૌધરીને બૈરકપુરથી ભાજપના ઉમેદવારની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.
અર્જૂનસિંહનું થઇ શકે છે એન્કાઉન્ટર
કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, અર્જૂન સિંહના જીવનું જોખમ છે. તેમનું એન્કાઉન્ટર કરવામાં આવી શકે છે. જો અર્જૂનસિંહને કાઇપણ થાય છે તો તેના માટે જવાબદાર મમતા બેનર્જી છે.
નોંધનીય વાત એ છે કે, લોકસભા ચૂંટણીના સાત ચરણોમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થયેલ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી અને TMCના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. તો આ સાથે જ બંન્ને પક્ષના નેતાઓએ હિંસા અને બુથ કેપ્ચરિંગના આરોપ લગાવ્યો હતો. જો કે, આ હિંસા વચ્ચે સાતમાં ચરણનું મતદાન પશ્ચિમ બંગાળમાં યોજાયેલ.