kacha badam singer bhuban badyakars new song came out
મનોરંજન /
એક્સિડેન્ટ બાદ કાચા બદામનાં ગાયકનું વધુ એક સોંગ વાયરલ, હવે જુઓ શેના પર બનાવી દીધું ગીત
Team VTV11:18 AM, 06 Mar 22
| Updated: 12:39 PM, 06 Mar 22
કચ્ચા બદામ સિંગર ભુબન બડ્યાકરનું નવું ગીત પણ આવ્યું છે. જાણો આ ગીત વિષે વિગતવાર
કચ્ચા બદામ સિંગરનું નવું ગીત
નવા ગીતનું નામ છે Amar Notun Gari
રાતોરાત ચમકી ગઈ ભુબનની કિસ્મત
કચ્ચા બદામ સિંગરનું નવું ગીત
'કચ્ચા બદામ' સિંગર ભુબન બડ્યાકર પોતાનું નવું ગીત લઈને હાજર છે. આ સોંગ પણ લોકોને ખૂબ્બ જ પસંદ આવી રહ્યું છે, જે પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. મોટાભાગના લોકો ગીતનાં બોલ ભલે ન સમજાય, પરંતુ તેની ધૂન પર ફેંસ ઝૂમવા લાગ્યા છે. રીલ્સ બનવાના શરુ થઇ ગયા છે. ખાસ વાત એ છે કે આ ગીતનું કનેક્શન અમુક દિવસો પહેલા જ તેમના અકસ્માત સાથે છે, જેથી રીકવર થઈને તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
ભુબનનો અકસ્માત
ભુબન બડ્યાકર અકસ્માતમાં ઘાયલ થયા હતા. અસલમાં, તેઓ કાર ચલાવતા શીખી રહ્યા હતા તથા તે જ સમયે આ અકસ્માત થયો હતો. ભુબનને નજીકના જ સુપર સ્પેશીયાલિટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. ભુબનને છાતી ઉપરાંત શરીરના ઘણા ભાગોમાં ઘા વાગ્યો હતો. તેમણે હાલમાં જ એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી છે, જેન તેઓ ચલાવતા શીખી રહ્યા હતા.
નવા ગીતનું નામ છે Amar Notun Gari
રિકવરીની તરત બાદ જ ભુબને નવું ગીત પણ બનાવ્યું છે. તેમના આ ગીતનું નામ Amar Notun Gari છે, જેનો અર્થ છે 'મારી નવી ગાડી.' અકસ્માત તથા સોંગને ભુબન કહે છે એ મેં એક સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી છે. હું તેને ચલાવવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે જ દીવાલ સાથે ટકરાઈ ગઈ. મને વાગ્યું પણ હતું પણ હવે હું બિલકુલ ઠીક છું. મેં વિચાર્યું કે નવી ગાડી અને અકસ્માતને લઈને નવું ગીત બનાવવામાં આવે તો.
રાતોરાત ચમકી ગઈ ભુબનની કિસ્મત
પશ્ચિમ બંગાળનાં એક ગામમાં મગફળી વહેંચવાવાળા ભુબન બડ્યાકરે પોતાના ગીત કચ્ચા બદામને કારણે ખૂબ જ ફેમ મેળવી. સામાન્ય નાગરિકહી લઈને સેલેબ્સ સુધી બધાએ આ ગીત પર રીલ્સ બાનાવ્યા. ભુબનની કિસ્મત રાતોરાત ચમકી ગઈ. તેઓ મગફળી વહેંચવા માટે કચ્ચા બદામ ગીત ગાતા હતા, એટલે વધારે માં વધારે ગ્રાહક તેમની પાસે આવે. તેમના ગીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તથા થોડા જ દિવસોમાં જોતજોતામાં વાયરલ પણ થઈ ગયો.