જેતપુરમાં બુટલેગરો દ્વારા દારૂ મંગાવવા માટે નવો કીમીયો અજમાવ્યો છે. ત્યારે પોલીસને આ અંગેની જાણ થતા ડીવાયએસપીની ટીમ દ્વારા રેડ કરી દારૂની 91 બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
જેતપુરમાં બુટલેગરોએ દારૂ મંગાવવા નો નવતર રસ્તો શોધ્યો
જેતપુર સારણ ના પુલ પાસે આવેલ ડેલ્હીવરી કુરિયરમાંથી દારૂ પકડી પાડ્યો
નાયબ પોલીસ અધિક્ષક ની ટીમ દ્વારા દારૂ ઝડપી તપાસ હાથ ધરી
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનો વેપલો કરતા બુટલેગરો યેનકેન પ્રકારે દારૂ મંગાવી વેપલો ચલાવતા હોય છે. ત્યારે જેતપુરમાં બુટલેગરોએ દારૂ મંગાવવાનો નવતર રસ્તો શોધ્યો છે. બુટલેગર દ્વારા કુરિયર મારફતે દારૂ મંગાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જે અંગે પોલીસને જાણ થતા DYSP ની ટીમે રેડ કરી મંગાવેલ દારૂની બોટલો જપ્તા કરી દારૂ મંગાવનાર શખ્શ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
દારૂ મંગાવવામાં આવ્યો હતો તે બોક્સ
કુરિયરમાં આવેલ દારૂ પોલીસે ઝડપી પાડ્યો
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનાં કડક અમલ માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહિ હાથ ધરવામા આવતી હોય છે. ત્યારે જેતપુરમાં હવે બુટલેગરોએ દારૂ મંગાવવા માટે નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં દારૂ મંગાવનાર બુટલેગર દ્વારા ઉંચી બ્રાન્ડનો વિદેશી દારૂ કુરિયરમાં મંગાવ્યો હોવાની બાતમી જેતપુર પોલીસને મળતા જેતપુર નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા દારૂ લઈને આવતા શખ્સને જેતપુરના સારણના પુલ પાસેથી ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે ડેલ્હીવરી કુરિયર કંપનીમાંથી બુટલેગરને ડીલીવરી મળે તે પહેલા જ કુરિયરમાંથી દારૂની બોટલો ઝડપી પાડી હતી. ત્યારે પોલીસે પાર્સલ પર દારૂ મંગાવનાર શખ્સનું નામ લખેલ હોઈ પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
પાર્સલ પર નામ લખેલ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો
દિલ્હીથી ડેલ્હીવરી કુરિયરમાં દારૂ મંગાવ્યો હોવાની પોલીસને બાતમી મળતા ડીવાયએસપીની ટીમે કુરિયરમાં આવેલ ચાર બોક્સમાંથી 91 દારૂની બોટલો ઝડપી પાડી હતી. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા પાર્સલ પર સંદીપ કબીર નામના શખ્સનું નામ લખેલ હોઈ પોલીસે તેની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.