કેન્દ્રીય ગૃહ ખાતાના સત્તાવાર હુકમ મુજબ નિવૃત IPS K વિજય કુમારને જમ્મુ અને કાશ્મીર અને ડાબેરી નક્સલવાદી આતંકવાદથી પ્રભાવિત 'રેડ કોરીડોર' રાજ્યોના સિનિયર સિક્યોરિટી એડવાઇઝર તરીકે નિમણુક કર્યા છે.
અમિત શાહના વડપણ હેઠળ 1975ની બેચના નિવૃત IPS K વિજય કુમારને ગૃહ ખાતાના સિનિયર સુરક્ષા સલાહકાર તરીકે મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ઓર્ડર 3 ડિસેમ્બરે થઇ ચુક્યો હતો જેની જાણ આ શુક્રવારે PTI વડે કરવામાં આવી.
67 વર્ષીય કુમાર 1 વર્ષ સુધી આ હોદ્દો સંભાળશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાજનાથસિંહના સમયમાં પણ કુમાર ગૃહખાતામાં સુરક્ષા સલાહકાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
કોણ છે K વિજય કુમાર?
1975ની બેચના IPS કુમાર દેશના જાંબાઝ અધિકારીઓમાંથી એક છે. કુખ્યાત ગેંગસ્ટર વીરપ્પનને 2004માં જે તામિલનાડુ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ વડે ઠાર મારવામાં આવ્યો હતો તે ટાસ્ક ફોર્સના તેઓ ચીફ હતા. તેમણે હૈદરાબાદ નેશનલ પોલીસ એકેડમીના ડાયરેક્ટર તરીકે અને દેશના CRPFના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી છે. 1998 થી 2000ની સાલમાં જયારે જમ્મુ કાશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી ત્યારે તેઓ BSFના IG તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
કુમાર હાલ જમ્મૂ અને કાશ્મીરના ગવર્નરના સલાહકાર તરીકે ફરજ બજાવતા હતા.