jyotiraditya scindia will go to bhopal on thursday will fill rajyasabha nomination on friday
સંબોધન /
ભોપાલમાં સિંધિયાની ગર્જના : કહ્યું મારી સાથે આમ કરીને કોંગ્રેસે મોટી ભૂલ કરી
Team VTV10:37 PM, 12 Mar 20
| Updated: 11:09 PM, 12 Mar 20
ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ પહોંચ્યા. ભોપાલ પહોંચીને તેઓએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે શિવરાજ ક્યારેય પણ ન થાકનાર મુખ્યમંત્રી રહ્યા છે.
ભાજપમાં સામેલ થયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ પહોંચ્યા
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાય બાદ ભોપાલમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ વિતાવ્યા, મારી મહેનત અને લગન, મારા સંકલ્પ જેમના માટે ખર્ચ કર્યો. તે સૌ કોઇને છોડીને હું મારી જાતને આપને હવાલે કરુ છું.
સિંધિયાએ કહ્યું કે જે સાચું છે, તે સિંધિયા પરિવારના વડા હંમેશા બોલે છે. મારા દાદી સિંધિયાના વડાને 1967માં લલકારવામાં આવ્યા હતા. ત્યારે સરકારમાં શું થયું? 1990માં મારા પૂજ્ય પિતાની ઉપર ખોટા હવાલા કાંડ થયો, ત્યારે શું થયું? અને આજે જ્યારે મેં અતિથિ વિદ્વાનો અને ખેડૂતોની વાત ઉઠાવી અને મંદસૌરમાં ખેડૂતોની ઉપર કેસ લાગ્યા, જે અવાજ મેં ઉઠાવી, મેં કહ્યું કે જે વચનપત્રમાં છે, તેને પૂર્ણ નહીં કરવામાં આવે તો તેના માટે રસ્તાઓ પર ઉતરવામાં આવશે. સિંધિયા પરિવાર સત્યના પથ પર ચાલે છે. મુલ્યો પર ચાલે છે, સિંધિયા પરિવારને જ્યારે લલકારમાં આવે છે તો સિંધિયા પરિવાર દુનિયા આખીથી પણ લડી શકે છે.
Madhya Pradesh: Joytiraditya Scindia arrives in Bhopal, welcomed by Bharatiya Janata Party (BJP) leaders & workers. pic.twitter.com/AuePxZfLVf
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભોપાલ ખાતે ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઝંડા અને પોસ્ટર સાથે નારા લગાવતા દેખાયા. સિંધિયા કાર પર બેસીને રોડ શોમાં જગ્યા જગ્યાએ લોકોનું અભિવાદન ઝિલતા નજરે પડ્યા હતા.
ભાજપના કેટલાક મોટો નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાની કરવા પહોંચ્યા. જેમાં પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા, નરોત્તમ મિશ્રા, ભુપેન્દ્ર સિંહ, રામપાલ સિંહ, યશોધરા રાજે સિંધિયા, ભાજપ છોડી ચૂકેલા પૂર્વ મંત્રી સરતાજ સિંહ પણ સામે રહ્યા હતા.