બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jyotiraditya Scindia wife has found a place among the beautiful women of the world has a special relationship with Gujarat

PHOTOS / જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્નીને મળ્યું છે વિશ્વની સુંદર મહિલાઓમાં સ્થાન, ગુજરાત સાથે છે ખાસ સંબંધ

Intern

Last Updated: 01:00 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1991માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની સિંધિયાની પ્રથમ મુલાકાત એક મિત્રની પાર્ટીમાં થઈ હતી. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રથમ નજરમાં પ્રિયદર્શની પ્રત્યે પ્રેમ થઈ ગયો ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા હાવર્ડ યુનિવર્સીટીમાંથી ભણીને આવ્યા હતા. અંદાજીત ત્રણ વર્ષ સુધી મુલાકાતો થઈ હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની પ્રિયદર્શની સિંધિયા ગુજરાતના વડોદરાના ગાયકવાડ મરાઠાના રાજપરિવાર સાથે સબંધ ધરાવે છે. 12 ડિસેમ્બર 1994માં રાજકુમારી પ્રિયદર્શની અને ગ્વાલિયરના રાજપરિવારના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને બે બાળકો છે. મહાઆર્યન સિંધિયા અને અનન્યા સિંધિયા

  • 1975માં પ્રિયદર્શની સિંધિયાનો જન્મ ગાયકવાડ મરાઠાના રાજપરિવારમાં થયો છે.
  • માતા પિતા આશારાજે ગાયકવાડ અને કુંવર સંગ્રામ સિંહ
  • શિક્ષા - પ્રારંભિક શિક્ષા ફોર્ટ કાન્વેન્ટ સ્કૂલ, મુંબઈમાં થઈ છે. અને તેમના પછી સોફિયા કોલેજ ફોર વુમેનમાંથી કરી છે.
  • ગુજરાતના વડોદરા, ગાયકવાડ મરાઠાના રાજપરિવારની રાજકુમારી પ્રિયદર્શની સિંધિયાના પિતા વડોદરાના છેલ્લા રાજા પ્રતાપ સિંહના પુત્ર છે. અને તેમના પિતા કુંવર સિંહ, રાજા પ્રતાપ સિંહના ત્રીજા દીકરા છે.

1991માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની સિંધિયાની પ્રથમ મુલાકાત એક મિત્રની પાર્ટીમાં થઈ હતી. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રથમ નજરમાં પ્રિયદર્શની પ્રત્યે પ્રેમ થઈ ગયો ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા હાવર્ડ યુનિવર્સીટીમાંથી ભણીને આવ્યા હતા. અંદાજીત ત્રણ વર્ષ સુધી મુલાકાતો થઈ તે બાદ 12 ડિસેમ્બર 1994માં રાજકુમારી પ્રિયદર્શની અને  ગ્વાલિયરના રાજપરિવારના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન થયા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાની માં માધવી રાજે સિંધિયાએ રાજકુમારી પ્રિયદર્શનીને ગ્વાલિયરના રાજપરિવારની પુત્રવધુ તરીકે પહેલાથી જ પસંદ કરી લીધી હતી. જ્યારે પ્રિયદર્શની 13 વર્ષની હતી ત્યારે જ તેમની મુલાકાત માધવી રાજે સાથે થઈ હતી.

પ્રિયદર્શનીની ગણતરી દેશની સૌથી સુંદર રાજકુમારીમાં થાય છે.અને વર્ષ 2012માં તેમને દુનિયાની સૌથી 50 સુંદર મહિલાઓમાં સ્થાન મળ્યું હતું. 
(ફેશન મેગેજીનના સર્વે અનુસાર) દુનિયાની 20 સુંદર શાહી મહિલાઓમાં પ્રિયદર્શની રાજે સિંધિયા પણ સામેલ છે.

ફેમિના મેગેજીન દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતની 50 સુંદર મહિલાના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું છે. 

પ્રિયદર્શની સિંધિયાને બાળપણથી જ ઘોડેસવારીનો શોખ રહ્યો છે. અને તેમની દીકરી અનન્યા સિંધિયાને પણ તેમની ટ્રેનીંગ આપવામાં આવી છે.

અનન્યા સિંધિયાએ 8 વર્ષની ઉંમરમાં જ ઘોડેસવારી શીખવાની શરુ કરી દીધી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gwalior Jyotiraditya Scindia Priyadarshni Scindia vadodara ગ્વાલિયર જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રિયદર્શની સિંધિયા વડોદરા Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ