Team VTV11:59 PM, 24 Mar 21
| Updated: 12:03 AM, 25 Mar 21
ભાજપ નેતાએ કહ્યું કે, રાજ્યોને પેટ્રોલ-ડીઝલના ટેક્સની 64 ટકા રકમ મળે છે. રાજ્ય સરકાર ભાવ કેમ ઘટાડતી નથી? મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. જેમના ઘર કાચના બનેલા હોય તેમણે બીજા પર પથ્થર ન ફેંકવો જોઈએ.
ભાજપ નેતા સિંધિયાએ કોંગ્રેસને આપી ચીમકી
પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા સિંધિયા
જેના ઘર કાંચના, તેમણે બીજાના ઘરે પથ્થરો ન ફેંકવા જોઇએ : ભાજપ નેતા
ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે રાજ્યસભામાં નાણાં બિલ પર ચર્ચા દરમિયાન વિરોધી પક્ષો પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવના બહાને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. સિંધિયાએ મહારાષ્ટ્રમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે છેલ્લા 3-4 દિવસથી એવા અહેવાલો આવે છે કે મહારાષ્ટ્ર સરકાર 100 કરોડ રૂપિયા કઢાવી રહી છે. આ ફક્ત મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દ્વારા જ કરવામાં આવી રહ્યું છે, સૌ પ્રથમ તમારે સો કરોડનો હિસાબ આપવો પડશે. મહારાષ્ટ્રમાં જ, પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સના લીધે ભાવ ઊંચા છે.
સિંધિયાની ચીમકી
જો કે આ ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ દેકારો મચાવ્યો હતો ત્યારે તેની વચ્ચે રાજ્યસભાના સાંસદે કહ્યું કે, મારું મોં ખોલાવશો નહીં. સિંધિયાએ કહ્યું, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, આ મુદ્દો અહીં ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ કિંમતોમાં જે વધારો થયો છે તેનો હિસ્સો કેવી રીતે પાડવામાં આવે છે. જો તમે પેટ્રોલ અને ડીઝલ પરના ખર્ચને બાકાત રાખશો તો તેના પછી , 40 ટકા ટેક્સ રાજ્યોને અને 60% હિસ્સો કેન્દ્ર સરકારને જાય છે. નાણાં પંચની ભલામણો મુજબ કેન્દ્રનો 42 ટકા હિસ્સો પણ રાજ્યોમાં જાય છે.
સિંધિયાએ વધુમાં કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે પેટ્રોલ અને ડીઝલ પરના કુલ 64 ટકા ટેક્સ રાજ્યોને મળે છે. રાજ્ય સરકાર ભાવ કેમ ઘટાડતી નથી? મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. જેમના ઘરો કાચના હોય છે, તેઓ બીજાના ઘર પર પત્થર ફેંકતા નથી. છેલ્લા 8 મહિનામાં, ભારત સરકારે 27 લાખ કરોડ એટલે કે જીડીપીના 14% કોરોનાવાયરસ સામેની લડાઈ માટે ફાળવ્યા છે. જો કે આ પહેલા કોંગ્રેસ દ્વારા અર્થવ્યવસ્થા પર નિષ્ફળતાને લઈને કેન્દ્રની નીતિઓ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.