રાજનીતિ / બદલાતી વફાદારી-સ્વાર્થનાં સમીકરણઃ અવગણના ક્યારેક બહુ ભારે પણ પડે છે

jyotiraditya scindia and sachin pilot congress

રાજકારણ અને અંડરવર્લ્ડની બહુ રસપ્રદ સરખામણી જાણીતા ફિલ્મમેકર રામગોપાલ વર્માએ એક વખત રજૂ કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેમનો અનુભવ બયાન કરે છે કે ભારતીય રાજકારણ અને અંડરવર્લ્ડ બંનેમાં દોસ્તી કે દુશ્મની કશું જ કાયમી નથી હોતું. વફાદારી પણ સમય અને સંજોગ જોઈને બદલાતી રહે છે અને તેની પાછળ સૌથી વધુ મજબૂત પરિબળ જો કોઈ હોય તો તે છે સ્વાર્થનાં સમીકરણ. વર્માની આ સરખામણી કદાચ અતિશયોક્તિસભર લાગે, પરંતુ તે સાવ ખોટી તો નથી જ. હોળીના તહેવારના ટાણે જ મધ્યપ્રદેશમાં જે રાજકીય હોળી સળગી અને તેમાં જે રંગ દેખાયા તે આ વાતની સાબિતી આપે છે કે હકીકતમાં રાજકારણમાં કશું જ કાયમી હોતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ