બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Jyotiraditya attacks congress regarding ram mandir claims party leaders themselves are clueless

નિવેદન / રામ મંદિર વિવાદ મુદ્દે ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને; જ્યોતિરાદિત્યના કમલનાથ પર પ્રહારો

Shalin

Last Updated: 09:08 PM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે એક તરફ મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથ કહે છે કે રાજીવ ગાંધીએ જ બાબરી મસ્જિદનું તાળું ખોલ્યું હતું અને બીજી બાજુ શશી થરૂર કહે છે કે રાજીવ ગાંધીએ તાળું નથી ખોલ્યું. કોંગ્રેસ પોતે જ નથી જાણતી કે તેમના નેતાઓએ હકીકતમાં શું કર્યું છે અને શું નથી કર્યું.

થોડા મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની પૂર્વ પાર્ટી કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે કોંગ્રેસ પોતે જ નથી જાણતી કે તેમના નેતાઓએ હકીકતમાં શું કર્યું છે અને શું નથી કર્યું. 

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરના નિર્માણ માટે થયેલા ભૂમિપૂજન મુદ્દે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપ્પણી આપી હતી કે રાજીવ ગાંધીએ રામ મંદિરનું તાળું ખોલાવ્યું ત્યારે જ મંદિર બનવાનો માર્ગ ખુલ્લો થયો અને જો આજે રાજીવ ગાંધી હયાત હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત.

કમલનાથે અયોધ્યાના ભૂમિપૂજન પહેલા પોતાના ઘરે હનુમાન ચાલીસા યોજી હતી, ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના કારણે આજે રામ મંદિરનું સપનું સાકાર થઈ રહ્યું છે. કમલનાથે તે સમયે કહ્યું હતું કે, 'આજે રાજીવ ગાંધી જીવતા હોત, તો તેઓ આ બધું જોઈ શકત. રાજ્યના લોકો વતી રામ મંદિર નિર્માણ માટે અમે ચાંદીના 11 પથ્થરો મોકલી રહ્યા છીએ.' કોંગ્રેસ કાર્યકરોએ દાનમાંથી પૈસા એકઠા કરીને આ ચાંદીની ઇંટો અયોધ્યામાં મોકલી છે.

તેણે કહ્યું હતું કે, 'મેં છિંદવાડામાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી છે. અમારી સરકારમાં અમે ગૌશાળાઓ બનાવી, રામ-વન-ગમન પથના નિર્માણના અવરોધોને દૂર કર્યા, અને મહાકાલ અને ઓમકારેશ્વર મંદિરના વિકાસની યોજના બનાવી. અમે રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરતા નથી. અમે આવા પગલાંઓને કોઈ ઇવેન્ટ બનાવી દેતા નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Jyotiraditya Scindia Rajiv Gandhi Shashi Tharoor congress kamal nath ram mandir કમલનાથ કોંગ્રેસ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજીવ ગાંધી રામ મંદિર શશી થરૂર ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ