સુરત: સોના ચાંદીના સિક્કા પર ચમક્યા પીએમ મોદી અને અમિત શાહ

By : krupamehta 10:05 AM, 06 November 2018 | Updated : 10:05 AM, 06 November 2018
સુરત: ધનતેરસપર સુરતમાં જ્વેલર્સએ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા વાળા સોના ચાંદીના સિક્કા અને બિસ્કિટ જોરદાર વેચ્યા. સુરતના કલામંદિર જ્વેલર્સ શોરૂમમાં પીએમ મોદીના ફોટા વાળા સોના ચાંદીના સિક્કા પણ તૈયાર કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનો આ ફોટો સોના ચાંદીના સિક્કા પર સ્પષ્ટ દેખાય છે. 

જ્વેલર્સનું કહેવું છે કે ધનતેરસ અને દીવાળીના ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા પીએમ મોદીના ફોટા વાળા આ સિક્કાનું જોરદાર વેંચાણ થઇ રહ્યું છે. સોના અને ચાંદીના આ સિક્કા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇને બનાવવામાં આવ્યા છે. સોના ચાંદીના 1 ગ્રામથી લઇને 1 કિલો સુધી વજન વાળા સિક્કા છે જેનું એડવાન્સ બુકિંગ પણ થઇ ગયું છે. 

સુરતમાં ડી ખુશાલદાલ જ્વેલર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને સોના ચાંદીના બિસ્કિટમાં ઓપ આપ્યો છે. ત્રણ પ્રકતારના સિલ્વર ગોલ્ડ બિસ્કિટ બનાવવામાં આવ્યા છે. જેની કિંમત 15 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીની જણાવવામાં આવી છે. ખાસ કરીને દિવાળી અને ધનતેરસને લઇને બનાવવામાં આવેલા આ ગોલ્ડ અને સિલ્વરના બિસ્કિટોનું જોરદાર વેંચાણ થઇ રહ્યું છે. Recent Story

Popular Story