બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું

કાંગડા / એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું

Last Updated: 02:42 PM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jwala Devi Mandir: શારદીય નવરાત્રી શરૂ થતા જ વૈષ્ણો દેવી મંદિર સહિત દેશના બધા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પહોંચવા લાગે છે. આજે અમે એવા જ એક પ્રાચીન મંદિરની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. જેના ચમત્કારના આગળ બાદશાહ અકબર પણ નતમસ્તક થઈ ગયા હતા.

હિમાચલ પ્રદેશના કાંગડામાં સ્થિત જ્વાલા દેવી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં નવ અનન્ત જ્વાળા સળગતી રહે છે. કોઈ ઈંધણ વગર સદીઓથી દિવસ-રાત સળગી રહેલી આ જ્વાળાઓના દર્શન કરવા માટે દેશ-દુનિયાથી શ્રદ્ધાળુઓ આવે છે. આ અગ્નિ જ્યોતીઓ કે જ્વાળાઓને સાક્ષાત માતાજીનું રૂપ માનવામાં આવે છે.

navratri-puja

માતાજીનું શક્તિપીઠ આ જ્વાળાજી મંદિર એટલું ચમત્કારી છે કે તેની મહિમા આગળ મુગલ બાદશાહ અકબર પણ શીશ ઝુકાવવા મજબૂર થઈ ગયા હતા. ધર્મ-શાત્રો અનુસાર અહીં માતા સતીની જીભ પડી હતી.

PROMOTIONAL 8

અકબરે પણ નમાવ્યું હતું શીશ

મુગલ બાદશાહ અકબર સુધી જ્યારે જ્વાલા દેવી મંદિરની ખ્યાતિ પહોંચી તો તેણે માતા જ્વાળા દેવીના અન્ય ભક્તો પર ધ્યાનૂની શ્રદ્ધા અને આસ્થાની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો. તેના માટે તેણે ધ્યાનૂને દરબારમાં બોલાવીને કહ્યું કે જો માતા સાચી છે તો ધ્યાનૂના ઘોડાનું માથુ ઘડથી અલગ કરી દેવામાં આવે તો ધ્યાનૂની આરાધ્ય માતા તેને પુનઃ લગાવી દેશે.

ત્યારે જ્વાળા માતાના ભક્ત ધ્યાનૂએ સંપૂર્ણ સમર્પણથી હામી ભરી અને અકબરે ધ્યાનૂના ઘોડાનું માથુ કાપી નખાવ્યું. તેના બાદ ચમત્કાર થયો અને જ્વાળાજીની શક્તિથી ઘોડાનું માથુ પુનઃ લાગી ગયું.

પાણીમાં પણ સળગતી રહી અનંત જ્યોતિ

આ ઘટના બાદ પણ અકબર ન માન્યા અને તેમણે જ્વાલા દેવી મંદિરની જ્વાળોને ઓલવવા માટે જ્યોતિના સ્થાન પર લોખંડના કડા લગાવી દીધા. પછી નહેરનું પાણી તે અનંત જ્યોતિઓ પર નખાવ્યું પરંતુ માતાના ચમત્કારથી પાણીમાં પણ પવિત્ર જ્યોતિ સરળગતી રહી.

pooja-durgha-navratri-

અકબરનો ઘમંડ તૂટ્યો

તેના બાદ અકબરનો ઘમંડ તૂટ્યો અને તે દેવી માની શક્તિના આગળ નતમસ્તક થઈ ગયો. કહેવાય છે કે આ ઘટના બાદ તે જ્વાળા દેવી મંદિરમાં ઉઘાડા પગે પહોંચ્યો અને માતાના ચરણોમાં સવા મણ સોનાના છત્ર ચઢાવ્યા.

વધુ વાંચો: ક્રિકેટર રાશિદખાને કર્યા નિકાહ, ધૂમધામથી હમસફરને પામી, સુંદર તસવીરો વાયરલ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jwala Devi Mandir Himachal Pradesh Badshah Akbar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ