બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'આગામી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની થશે હાર' ટ્રમ્પ બાદ ટેસ્લાના CEO એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
Last Updated: 09:16 AM, 8 November 2024
Elon Musk : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે અબજોપતિ એલન મસ્કે મોટી ભવિષ્યવાણી કરી છે. મસ્કનો દાવો છે કે, ટ્રુડો આગામી ચૂંટણીમાં હારી જશે. હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે, ટ્રમ્પના પ્રચારમાં મસ્કની પણ મોટી ભૂમિકા હતી. નોંધનિય છે કે, ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ટેસ્લા ચીફનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
હાલમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મસ્કને ટેગ કર્યો છે. તેણે લખ્યું, એલન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવા માટે તમારી મદદની જરૂર છે.' આના પર મસ્કે જવાબ આપ્યો, 'તે આગામી ચૂંટણીમાં જશે.' ખાસ વાત એ છે કે, કેનેડામાં ડિસેમ્બર 2025 પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્રુડો તેમની જ લીબરલ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ટ્રમ્પની જીત બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનનું પ્રથમ સંબોધન, ગર્વ સાથે કરી આ મોટી વાતો
ટ્રુડો કેનેડામાં આવનારી ચૂંટણીમાં ઘણી મોટી પાર્ટીઓનો સામનો કરશે. તેમાં વિપક્ષી નેતા પિયર પોલિવિયરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની આગેવાનીવાળી NDP એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નામ સામેલ છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, લિબરલ પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રુડોને પદ પરથી હટાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા. જોકે ટ્રુડો લિબરલ પાર્ટી પોતાના નેતૃત્વમાં ચૂંટણી લડવાના પક્ષમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.