બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / જસ્ટિન ટ્રુડોના એક નિર્ણયથી વધી ભારતીયોની મુશ્કેલી! શું આવી પડ્યું કોઇ ધર્મસંકટ? જાણો

NRI ન્યૂઝ / જસ્ટિન ટ્રુડોના એક નિર્ણયથી વધી ભારતીયોની મુશ્કેલી! શું આવી પડ્યું કોઇ ધર્મસંકટ? જાણો

Last Updated: 11:59 AM, 24 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada Relation: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આ નિર્ણયથી ઈમિગ્રેટ ભારતીય વર્કર પર કામ કરવાને લઈને મોટુ સંકટ આવવાનું છે.

છેલ્લા થોડા સમયથી ભારત અને કેનેડાની વચ્ચે સંબંધોમાં ખટાસ આવી છે. તેના માટે ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને સંપૂર્ણ રીતે જવાબદાર ગણાવ્યા છે. ત્યાં જ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ હવે એક નવી જાહેરાત કરી દીધી છે. જે કેનેડામાં રહેતા ઈમિગ્રેટ ભારતીય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.

trudo-3

ટ્રૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કરી જાહેરાત

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી વર્કર્સની સંખ્યામાં ઘટાડો કરવાના છીએ. જેનાથી ભારતીય ઈમિગ્રેટની સામે મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. ટ્રૂડોએ પોસ્ટમાં આગળ લખ્યું, "અમે કંપનીઓ માટે કડક નિયમ લઈને આવી રહ્યા છીએ. જેમાં તેમને સાબિત કરવાનું રહેશે કે તે પહેલા કેમ કેનેડાના કર્મચારીઓને નિયુક્ત નથી કરી શકતા. "

ભારતીય ઈમિગ્રેટ વર્કર્સે અને વિદ્યાર્થીઓને પહેલાથી ઓછા પ્લેસમેન્ટ મળવાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં જ ટ્રૂડોની આ જાહેરાત બાદ હાલત વધારે ખરાબ થઈ જશે.

વધુ વાંચો: ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓનો કાળ છે આ આયુર્વેદિક ઇલાજ, અપનાવશો તો ફાયદામાં રહેશો

trudo-1

પહેલી વખત થઈ રહ્યો છે આટલો ઘટાડો

પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની લિબરલ સરકારે ઘણા વર્ષો બાદ પહેલી વખત દેશમાં આવતા ઈમિગ્રેટની સંખ્યામાં ભારે ઘટાડો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિન ટ્રૂડોએ 2025માં નવા સ્થાયી રહેવાસીઓને ઘટાડીને 3,95,000 કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં જ 2025માં અસ્થાયી પ્રવાસીઓની સંખ્યા 30,000 ઘટાડીને લગભગ ત્રણ લાખ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Canada Relation NRI News Justin Trudeau
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ