Justice clock and e-court service launched in Gujarat High Court
સરળતા /
ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો નિર્ણયઃ જિલ્લા-તાલુકાની તમામ કોર્ટના વકીલો અને અરજદારોને થશે આ લાભ
Team VTV05:54 PM, 17 Jan 22
| Updated: 06:24 PM, 17 Jan 22
રાજ્યની વડી અદાલત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ઓનલાઇન સ્ટેમ્પની સુવિધા અપાશે તેમજ કેસ સ્ટેટ્સ વિગત દર્શાવતા જસ્ટિસ ક્લોકના બોર્ડ લાગશે
ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો નિર્ણય
અરજદારો અને વકીલો માટે હિતલક્ષી નિર્ણય
જસ્ટિસ ક્લોકના બોર્ડ ગુજરાત હાઇકોર્ટમાં લાગ્યા
અરજદારો અને વકીલોના હિતને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટો નિર્ણય લીધો છે. ઇ-કોર્ટ અને જસ્ટિસ ક્લોક સેવા હવે મળશે જેનાથી અરજદારો કે વકીલોને સ્ટેમ્પ લેવા કોર્ટમાં જવાની જરૂર નહીં પડે તેમજ જસ્ટિસ ક્લોક ડિસ્પ્લે બોર્ડ દ્વારા આસાનીથી કેસની વિગત પણ મળી રહશે.જસ્ટિસ ક્લોકના બોર્ડ ગુજરાત હાઇકોર્ટમાં લાગી ગયા છે જેનું આજે 5.30 કલાકે ઉદ્ઘાટન થયું છે.
સુપ્રીમ કોર્ટના જજ ડો.ડી.વાય.ચંદ્રચૂડના હસ્તે ઉદ્ઘાટન
આ ઇ-કોર્ટ અને જસ્ટિસ ક્લોકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જજ ડો.ડી.વાય.ચંદ્રચૂડ, SCના જજ એમ.આર.શાહ અને જજ બેલાબેન ત્રિવેદી તેમજ રાજ્ય સરકાર તરફથી વર્ચ્યુઅલ સમારોહમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ પણ હાજરી આપી છે.
શું થશે લાભ?
હવેથી ગુજરાત હાઇકોર્ટ કેમ્પસમાં જસ્ટિસ ક્લોક નામનું બોર્ડ લાગવાથી ડિસ્પ્લે બોર્ડ દ્વારા વકીલો અને અરજદારોને કેસની વિગત જાણવા સરળતા રહેશે તેમજ ઇ-કોર્ટનો લાભ જિલ્લા-તાલુકાની તમામ કોર્ટના વકીલો, અરજદારને મળશે કારણ કે ઇ-કોર્ટ દ્વારા ઓનલાઇન સ્ટેમ્પ મળી રહેશે અને સ્ટેમ્પનું પેમેન્ટ પણ ઓનલાઇન રહેશે જેથી અરજદારો કે વકીલોને સ્ટેમ્પ લેવા કોર્ટમાં જવાની જરૂર નહીં પડે ઉપરાંત ઇ-કોર્ટ દ્વારા અરજદાર એફિડેવિટ, અરજીઓ સરળતાથી કરી શકશે.