બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / માત્ર આટલા રૂપિયા આપો, જિંદગીભર મફતમાં પાણીપુરી ખાઓ, ઓફરથી હડકંપ
Last Updated: 10:26 PM, 5 February 2025
પાણીપુરી સમગ્ર ભારતમાં એક ફેવરિટ સ્ટ્રીટ ફૂડ માનવામાં આવે છે. જેને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. લગ્ન સમારોહથી લઈને બજારો સુધી ગોલગપ્પા લારીઓ દરેક જગ્યાએ જોવા મળે છે. પરંતુ જ્યારે એક ગોલગપ્પા વેચનારે લાઇફટાઇમ માટે મફત ગોલગપ્પા ઓફર કર્યા ત્યારે તે તરજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
ADVERTISEMENT
નાગપુરમાં એક ગોલગપ્પા વેચનારે પોતાના ગ્રાહકોને એવી ઓફર આપી છે જે લોકોને જિંદગીભર ફ્રીમાં ગોલગપ્પા ખાવાની તક આપી શકે છે. આ ઓફર મુજબ જો ગ્રાહકો એક જ વારમાં 99,000 રૂપિયા ચૂકવે છે તો તેમને જીવનભર ક્યારેય ગોલગપ્પા માટે પૈસા ચૂકવવા નહીં પડે. આ ઓફર મુજબ ગ્રાહકો જ્યારે ઇચ્છે ત્યારે ગોલગપ્પા ખાઈ શકે છે અને ગમે તેટલા ગોલગપ્પા ખાઈ શકે છે, જેના માટે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે.
ADVERTISEMENT
આ રસપ્રદ ઓફર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ marketing.growmatics પરથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 25,000 થી વધુ લોકોએ લાઇક કરી છે. લોકો આ ઓફર પર પોતાની કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "લક્ષ્મી ચિટ ફંડ વાળાનો બાપ છે આ".
તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, " તે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મિલિયોનર બનવા માંગે છે " તો અન્ય એકે લખ્યું હતું કે, માર્કેટિંગ આઈડીયા મસ્ત છે, ઓલ ધ બેસ્ટ". તો અમુક લોકોએ આ ઓફરની સત્યતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.