તમે અનેક ઘરોમાં સાત સફેદ ઘોડાઓની તસવીર લાગેલી જોઈ હશે. આ તસવીરનું વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. કેમ કે, સાત સફેદ દોડતા ઘોડાની તસવીરને સાહસ, સફળતા, ગતિ, અને વીરતાનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે, ઉન્નતિ આવે છે. સફળતા હાંસિલ થાય છે. પરંતુ આ તસવીર ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવી જરૂરી છે.
- મંદિર : ઘરના મંદિર કે પૂજા સ્થળ પર સાત સફેદ ઘોડાની તસવીર ન લગાવવી જોઈએ.
- વોશરૂમ : વોશરૂમમાં પણ આ દોડતા ઘોડાની તસવીર ના રાખવી જોઈએ.નહીં તો ઘરમાં નુકશાન આવે છે.
- બેડરૂમ : બેડરૂમમાં સાત સફેદ ઘોડાની તસવીર લગવવાથી નકારાત્મકતા આવે છે.
- મેઈન ગેટ : ઘરના મેઈન ગેટ પર સફેદ ઘોડાની તસવીર લગાવતા બચવું જોઈએ.
વધુ વાંચો : રક્ષાબંધન પર બનશે અદભુત સંયોગ, આકાશમાં જોવા મળશે બ્લુ મૂનનો દુર્લભ નજારો
- લિવિંગ રૂમ : વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર, સાત દોડતા સફેદ ઘોડાની તસવીર લિવિંગ રૂમમાં લગાવવી જોઈએ. પણ તેને બારી પાસે રાખવાની ભૂલ ન કરવી.
- ઉત્તર દિશા : વાસ્તુમાં ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. આ દિશામાં સફેદ ઘોડાઓની તસવીર લગાવવાથી જીવનમાં ધનમાં વૃદ્ધિ થાય છે. યશ અને સમૃદ્ધિ પણ આવે છે.
- દક્ષિણ દિશા : વાસ્તુમાં દક્ષિણ દિશાને પણ ઘોડાની તસવીર લગાવવા માટે યોગ્ય માનવામાં આવે છે. આ દિશામાં તસવીર લગાવવાથી જીવનમાં સફળતા મળે છે.
- આ વાતનું રાખો ધ્યાન
જો તમે સાત સફેદ ઘોડાની તસવીર લગાવવાનું વિચારી રહ્યા છો તો તે વાતનું ધ્યાન રાખો કે, ઘોડાઓ ઉભેલા ન હોવા જોઈએ. તે દોડતી મુદ્રામાં જ હોવા જોઈએ. તસવીરની દિશા કે ઘોડાનું મુખ હંમેશા ઘરના અંદરની તરફ જ હોવું જોઈએ. આ સિવાય ઘોડા સુંદર, ઊર્જાવાન અને સ્વસ્થ્ય દેખાવા જોઈએ.
(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ)