બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / just 233 rupees invest every month and get 17 lakh fund check details here

ફાયદાની વાત / LICની ધમાકેદાર પોલિસી, રોજ માત્ર 233 રૂપિયા બચાવો અને મેળવો 17 લાખ, જાણો વિગતો

Noor

Last Updated: 09:49 AM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલઆઈસી પોતાના ગ્રાહકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ખાસ યોજનાઓ લઈને આવે છે. એલઆઈસીની જીવન લાભ પ્લાન દ્વારા તમે દરરોજ 233 રૂપિયા જમા કરીને 17 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. જાણો કઈ રીતે.

  • એલઆઈસી પોતાના ગ્રાહકોના ભવિષ્યને સુરક્ષિત રાખે છે 
  • એલઆઈસીની જીવન લાભ પ્લાન છે બેસ્ટ
  • રોજ 233 બચાવીને મેળવો 17 લાખ રૂપિયા

બાળકોના લગ્ન અને અભ્યાસ માટે છે આ પ્લાન

આ પોલિસીનું નામ જીવન લાભ (936) છે. આ એક નોન લિંક્ડ પોલિસી છે. તેના કારણે આ પોલિસીનું શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. કંપનીએ આ પ્લાન બાળકોના લગ્ન, અભ્યાસ, પ્રોપર્ટીની ખરીદીને લઈને તૈયાર કર્યો છે.

પોલિસીની ખાસિયતો

  • LICની જીવન લાભ પોલિસી નફો અને સુરક્ષા બંને આપે છે.
  • 8થી 59 વર્ષની ઉંમરમાં લોકો આ પોલિસી લઇ શકે છે.
  • પોલિસી ટર્મ 16થી 25 વર્ષ સુધી લઈ શકાય છે.
  • ઓછામાં ઓછું 2 લાખનું સમ એશ્યોર્ડ લેવું પડે છે
  • કોઈ મહત્તમ મર્યાદા નથી.
  • 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • પ્રીમિયમ પર કર મુક્તિ અને પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને સમ એશ્યોર્ડ અને બોનસનો લાભ મળે છે.

પોલિસી ધારકનું મૃત્યુ થવા પર

જો પોલિસી ધારકનું મોત પોલિસીની અવધિદરમિયાન થાય છે અને મૃત્યુ સુધી તમામ પ્રીમિયમ ચૂકવે છે, તો તેનાનોમિનીને ડેથ બેનિફિટ, સિમ્પલ રીવર્સનરી બોનસ અને ફાઇનલ એડિશન બોનસ (જો કોઈ હોય તો) ચૂકવવામાં આવે છે. આનો અર્થ એ છે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.

આ રીતે બનશે 17 લાખ 

તમને ઉદાહરણ દ્વારા સમજાવીએ કે જો કોઈ વ્યક્તિ 23 વર્ષની ઉંમરે 16 વર્ષનો ટર્મ પ્લાન અને 10 લાખ સમ એશ્યોર્ડ વિકલ્પ પસંદ કરે છે, તો તેને 10 વર્ષ માટે દરરોજ 233 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તેણે કુલ 855107 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ મેચ્યોરિટી પર એટલે કે 39 વર્ષની ઉંમરે આપવામાં આવશે, જે 17,13,000 રૂપિયા હશે.

સંકળાયેલા મુદ્દાઓ

LIC Policy invest Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ