Team VTV11:28 AM, 21 Jan 22
| Updated: 11:28 AM, 21 Jan 22
ભાગ્યને વધારનારા ગ્રહ ગુરૂનો સાથ મળે તો માણસને કોઈ પણ કામમાં સફળતા મેળવવી એકદમ સરળ થઇ જાય છે. તેથી જ્યોતિષમાં ગુરૂ ગ્રહને સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. અત્યારે ગુરૂ ગ્રહ કુંભ રાશિમાં છે અને આગામી 13 એપ્રિલ 2022 સુધી આ રાશિમાં રહેશે. આ દરમ્યાન ગુરૂ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ, કારકિર્દી, પારિવારિક જીવન વગેરે માટે ખૂબ શુભ સાબિત થશે.
ગુરૂ ગ્રહનો સાથ મળે તો માણસ દરેક કાર્ય પાડી શકે છે પાર
જ્યોતિષમાં ગુરૂ ગ્રહને સૌથી શુભ માનવામાં આવે છે
ગુરૂ આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ માટે શુભ સાબિત થશે
મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ સુધીનો આ સમય આર્થિક સ્થિતિને મજબૂત કરનારો રહેશે. વધેલી આવક તમને ઘણી રાહત આપશે. ભાગ્યની મદદથી દરેક કામ સમય મુજબ પૂર્ણ થઇ જશે. પદ-સન્માન મળી શકે છે. ઘરમાં આનંદ રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે અત્યારે જૂની ઘણી સમસ્યાઓને ખત્મ કરનારું રહેશે. એક વખત ફરીથી તમારા જીવનમાં ખુશી એન્ટ્રી આપશે. નાણાની તંગી દૂર થઇ જશે. કામ બનવા માંડશે.
તુલા
તુલા રાશિના જાતકો માટે આ સમય નોકરી-બિઝનેસ માટે સારો રહેશે. નવા ઑફર મળી શકે છે. જે ખૂબ જ લાભદાયી સાબિત થશે. લગ્ન જીવન સારું રહેશે.
વૃશ્વિક
વૃશ્વિક રાશિના જાતકોને આ સમય પદ-પૈસા-સન્માન બધુ અપાવનારો હશે. કારકિર્દીમાં ખૂબ પ્રગતિ થશે. પારિવારિક જીવન સારું રહેશે.