jupiter transit in aqurius will help these zodiac people to grow and become rich
આને કહેવાય નસીબ! /
સફળતા તમારા કદમ ચૂમશે, આ લોકોને મળશે ગુરુ ગ્રહની ગતિનો લાભ, લગલગાટ ખુશીઓ આવશે
Team VTV09:51 AM, 28 Nov 21
| Updated: 09:55 AM, 28 Nov 21
ગુરુને જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ કહેવામાં આવે છે. કારણ કે આ ગ્રહ ઘણો શુભ હોય છે. આવતા ચાર મહિના સુધી ગુરુની ગતિનો લાભ આ રાશિઓને મળશે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને દેવગુરુ કહેવામાં આવે છે
દરેક પાસા પર સકારાત્મક અસર
ચાર રાશીઓને થશે ફાયદો
ગુરુને જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ કહેવામાં આવે છે. કારણ કે આ ગ્રહ ઘણો શુભ હોય છે. જો કુંડળીમાં ગુરુની સ્થીતી સારી હોય તો વ્યક્તિની જિંદગીનાં દરેક પાસા પર સકારાત્મક અસર થતી હોય છે. પછી એ કરિઅર હોય કે પારિવારિક સુખ હોય અથવા પૈસા જેવી બાબત હોય.
હાલમાં જ ગુરુ ગ્રહે રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આવતા ચાર મહિના સુધી એટલે કે એપ્રિલ 13 2022 સુધી ગુરુ આ જ રાશિમાં રહેશે. આ થોડો સમય ચાર રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થશે. તેઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે એવું જ્યોતિષ શાસ્ત્ર કહે છે.
મેષ
દરેક કામમાં સકારાત્મક પરિણામો મળશે. ધનપ્રાપ્તિ થશે અને જોબ કે બિઝનેસમાં જરૂરથી પ્રગતિ થશે. ધન અને સંપતિમાં વધારો થશે.
મિથુન
ખૂબ ધનપ્રાપ્તિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને નસીબના જોરે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. માન સમ્માન વધશે અને પ્રગતિ થશે. પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. કુલ ટોટલ કહીએ તો ચાર મહિના ચાંદી ચાંદી જ રહેવાની છે.
સિંહ
જે આર્થિક સમસ્યાઓ તમારા જીવનમાં અત્યાર સુધી ચાલી રહી છે તે હવે પૂરી થઈ જશે. અચાનક પૈસા આવતા થશે. નવા ઘર અને ગાડીનું સપનું પણ પૂરું થશે. સૌના સહયોગથી કામ પૂરા થશે.
તુલા
તુલા રાશિના જાતકોના કરિયર ગાડી પર આવી જશે અને કારકિર્દી માટે આ સમય ઉત્તમ રહેશે. મહેનતનુ ફળ મળશે અને સમય આવી ગયો છે કે જ્યારે કરીઅરમાં પણ ઝડપ વધશે. ભવિષ્યમાં ખૂબ કામ લાગશે અને મનપસંદ નોકરી પણ મળી શકે તેવા યોગ છે. કોઈક અલગ જ રીતે પૈસા આવે તેવી શક્યતા છે.
વૃશ્ચિક
પદ વધે તેવા પ્રબળ યોગ છે. કારોબારીઓને પણ લાભ મળશે. પૈસા મળશે અને જે વસ્તુઓ લાંબા સમયથી ખરીદવાનું પ્લાનિંગ હતું તે ખરીદી શકશો. સમ્માન અને મોભો વધશે.