- 28 માર્ચના રોજ ગુરુ અસ્ત થશે.
- તમામ રાશિના જાતકો પર થશે ગંભીર અસર.
- વિવાહ તથા અન્ય માંગલિક કાર્યો નહીં કરી શકાય.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુની કૃપાથી નસીબ સાથ આપે છે. દેવગુરુ ગુરુને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ 27 નક્ષત્રમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા, ભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. દેવગુરુ ગુરુ 28 માર્ચના રોજ અસ્ત થશે. ગુરુ ગ્રહ અસ્ત થવાને કારણે વિવાહ તથા અન્ય માંગલિક કાર્યો નહીં કરી શકાય. જ્યોતિષ ગણના અનુસાર ગુરુ ગ્રહ અસ્ત થવા છતાં તમામ રાશિઓ પર અસર થશે. તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થશે.
મેષ
- કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ સારું રહેશે.
- નવા કાર્યોની શરૂઆત થઈ શકશે.
- વેપારમાં લાભ થવાની તક પ્રાપ્ત થશે.
- બિઝનેસ માટે ટ્રાવેલ કરી શકો છો.
- પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.
- દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે.
- તમારું આરોગ્ય સામાન્ય રહેશે.
- જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
વૃષભ
- ખર્ચો વધશે અને ઉધાર લેવું પડશે.
- મનમાં ચિંતા ઉત્પન્ન થશે.
- ઓફિસ અને વેપારમાં સાવધાનીપૂર્વક કાર્ય કરો.
- વિવાદમાં ના પડવું.
- વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો.
- નવી યોજના પર કામ શરૂ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો.
મિથુન
- ઓફિસમાં વાતાવરણ સારું રહેશે.
- નસીબ સાથ આપશે.
- નવી જવાબદારીઓ આપવામાં આવશે.
- ખર્ચો વધશે.
- મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો.
- ટ્રાવેલ પર જવાનો પ્રોગગ્રામ બની શકે છે.
કર્ક
- તમામ કાર્યોમાં સાવધાની રાખો.
- ઓફિસ અને વેપારમાં સાથી સાથે મતભેદ થઈ શકે છે.
- નવી યોજનાઓ પર કાર્ય શરૂ ના કરશો.
- ઉતાવળમાં નિર્ણય ના લેશો.
- ઋતુ બદલાવાને કારણે આરોગ્ય પર અસર થશે.
સિંહ
- ઓફિસમાં વાતાવરણ અનુકૂળ નહીં હોય.
- નવી યોજનાઓ પર કાર્ય શરૂ ના કરશો.
- ઓફિસમાં તમારા વિરુદ્ધ કામ થશે.
- વાદ વિવાદથી દૂર રહો.
- બિઝનેસમાં નુકસાન થઈ શકે છે.
- મહત્ત્વપૂર્ણ બાબતોએ ભાવુક થઈને નિર્ણય ના લેશો.
- માનસિક તણાવને કારણે પરેશાન રહેશો.
કન્યા
- ઓફિસ અને વેપારમાં વાતાવરણ અનુકૂળ નહીં હોય.
- જે પણ કાર્યો થતા હશે તેમાં અડચણ આવશે.
- વાદ વિવાદમાં ના પડશો. બિઝનેસમાં લાભ થવાની સંભાવના નથી.
- જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
- પરિવારમાં કોઈ વ્યક્તિનું આરોગ્ય જોખમાઈ શકે છે.
- વાહન અને મશીનરીનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખો.
તુલા
- ઓફિસ અને વેપારમાં સંયમથી કામ કરો.
- આર્થિક બાબતોએ સાવધાની રાખો.
- નવી યોજના પર કામ શરૂ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો.
- મહત્ત્વપૂર્ણ બાબતોએ ભાવુક થઈને નિર્ણય ના લેશો.
- માનસિક તણાવને કારણે પરેશાન રહેશો.
- વાહનનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખો.
વૃશ્વિક
- ઓફિસ અને વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે.
- તમે ખુશ રહેશો.
- ઓફિસમાં નવી જવાબદારીઓ આપવામાં આવશે.
- આર્થિક બાબતોએ સફળતા મળશે.
- જોખમભરી બાબતોએ સાવધાની રાખો.
- દાંપત્યજીવન સુખમયી રહેશે.
- વાહનનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખો.
ધન
- જે પણ કાર્યો વિચારેલા છે, તે તમામ કાર્ય પૂર્ણ થશે.
- ભાગ્ય સાથ આપશે,.
- પ્રેમ સંબંધમાં મધુરતા જળવાઈ રહેશે.
- ખર્ચો વધશે.
- ધાર્મિક કાર્યોમાં શામેલ થવાની તક મળશે.
મકર
- ઓફિસ અને વેપારમાં વાતાવરણ અનુકૂળ નહીં હોય.
- જોખમી બાબતોએ નિર્ણય ના લેશો.
- વેપારમાં તકની લાભ મળશે.
- પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે ચડસાચડસી થશે.
- માનસિક તણાવને કારણે પરેશાન રહેશો.
- વાહન અને મશીનરીનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખો.
કુંભ
- ઓફિસ અને બિઝનેસમાં સાથીઓ સાથે મતભેદ થઈ શકે છે.
- નવી યોજનાઓ પર કાર્ય શરૂ ના કરશો.
- ઉતાવળમાં કોઈપણ કાર્ય ના કરશો.
- વેપારમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહો.
- વિરોધીઓથી સાવધાન રહો.
- દાંપત્યજીવન સુખમયી રહેશે.
મીન
- મનમાં ચિંતા ઊભી થશે.
- ઓફિસ અને વેપારમાં સાવધાની રાખો.
- વિવાદથી દૂર રહો.
- શબ્દો અને ગુસ્સા પર કાબૂ રાખો.
- પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.
- ભેટ મળી શકે છે.