બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જુનિયર NTRની 'દેવરા પાર્ટ 1'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, વિલનના રોલમાં સૈફ અલી ખાનનો દમદાર લૂક
Last Updated: 06:37 PM, 10 September 2024
દર્શકો જેની રાહ જોઇ રહ્યા હતા તે ફિલ્મ દેવરા ભાગ 1 આ મહિને સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જુનિયર એનટીઆર એક્શનથી ભરપૂર ફિલ્મમાં ધાંસુ પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.
ADVERTISEMENT
સાઉથની ફિલ્મોનો ક્રેઝ હવે નોર્થ ઇન્ડિયામાં પણ ઓછો નથી. તેલુગુ ફિલ્મ દેવરા પાર્ટ 1ની રિલીઝની મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી. કોરાતાલા સિવા દ્વારા નિર્દેશિત દેવરામાં સુપરસ્ટાર જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
દેવરાની જાહેરાત થઈ ત્યારથી લોકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. બોલિવૂડમાં 6 વર્ષથી એક્ટિંગ કરી રહેલી જ્હાનવી કપૂર આ ફિલ્મથી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. દેવરાના ગીતોમાં જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરની કેમેસ્ટ્રી લોકોને ગમી. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
દેવરાનું ટ્રેલર રિલીઝ
10 સપ્ટેમ્બરે દેવરા ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એક્શનથી ભરપૂર છે. ટ્રેલરની શરૂઆત જ ખુનખરાબાથી થઈ હતી. વિલન બનેલો સૈફ અલી ખાન જહાજમાં લોકોને ક્રૂરતાથી મારતો જોવા મળે છે. પછી બ્રેકગ્રાઉંડમાં કહેવાયું, "ન જાતિ, ન ધર્મ, સહેજ પણ ડર નથી, એવી આંખો જેણે ધીરજ સિવાય બીજું કશું જોયું ન હતું. આજે પહેલીવાર ભયથી ભરાયેલી છે."
આ પછી ટ્રેલરમાં દેવરા એટલે કે જુનિયર એનટીઆરની એન્ટ્રી જેની કહાની સમુદ્રને લોહીથી લાલ કરી દે છે તે બતાવવામાં આવશે. તે સૈફ અલી ખાનની સામે ખડકની જેમ ઉભો છે. તેનો ડાયલોગ -આદમી કે પાસ જીને કી હિમ્મત હોની ચાહિએ, મારને કી નહી, લાજવાબ છે.
આ પણ વાંચોઃ ભલભલી સમસ્યાઓથી મળશે રાહત, બસ રોજ સવારમાં ઉઠીને ગરમ પાણી સાથે આ ચીજ મિલાવીને પીવા લાગો
જ્હાન્વી કપૂર સાથે જોવા મળી કેમેસ્ટ્રી
એક્શન સિક્વન્સ પછી ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરનો રોમાંસ બતાવવામાં આવ્યો છે. જુનિયર એનટીઆરે ફિલ્મમાં ડબલ રોલ કર્યો છે. તે પિતા અને પુત્રની ભૂમિકા ભજવી રહ્યો છે. એક પિતા જે દરિયામાં ખોટું કરનારાઓને પાઠ ભણાવે છે અને બીજા જે ઝઘડાથી દૂર રહે છે. ટ્રેલર આવતાની સાથે જ લોકોએ તેના પર જબરજસ્ત પ્રતિક્રિયા આપી હતી.
દેવરા ક્યારે રિલીઝ થશે?
એનટીઆર આર્ટસ અને યુવા સુધા આર્ટ્સના બેનર હેઠળ બનેલ દેવરા પાર્ટ 1ને બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. ફિલ્મમાં શાનદાર એક્શન જોવા મળશે. જુનિયર એનટીઆર, સૈફ અને જ્હાન્વીની સાથે બોલિવૂડ-સાઉથ એક્ટર પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.