બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Junior Mahmood, who finally lost the battle against cancer, said goodbye to the world at the age of 67.

દુઃખદ / આખરે કેન્સર સામેની જંગ હાર્યા જૂનિયર મહેમૂદ, 67 વર્ષની વયે હસતા-હસતા દુનિયાને કહ્યું અલવિદા

Megha

Last Updated: 08:50 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા થોડા સમયથી જુનિયર મેહમૂદ કેન્સર સામે લડી રહ્યા હતા, અંતે અભિનેતા જીવનની લડાઈ હારી ગયા અને 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.

  • બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા 
  • 67 વર્ષની વયે જુનિયર મેહમૂદનું નિધન થયું 
  • પીઢ અભિનેતાએ ગુરુવારે અંતિમ શ્વાસ લીધા

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન થયું છે. તેમણે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને અંતે અભિનેતા જીવનની લડાઈ હારી ગયા. જુનિયર મેહમૂદના મિત્ર સલામ કાઝીએ જુનિયર મેહમૂદના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પીઢ અભિનેતાએ ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ આખું બોલિવૂડ શોકમાં ગરકાવ છે.

અભિનેતા જુનિયર મેહમૂદ લાંબા સમયથી બીમાર હતા. લાંબી માંદગી બાદ રાત્રે 2 વાગ્યે અભિનેતાનું અવસાન થયું. થોડા સમય પહેલા મીડિયામાં તેમની બીમારીનો ખુલાસો થયો હતો. જુનિયર મહમૂદ તેમના સમયના ખૂબ મોટા ચાઇલ્ડ એક્ટર હતા. તેમની ગણના તેમના સમયના પ્રખ્યાત કલાકારોમાં થતી હતી. 

તેમનું સાચું નામ નઈમ સૈયદ છે અને તેઓ આખી દુનિયામાં જુનિયર મેહમૂદ તરીકે ઓળખાય છે. દરમિયાન જુનિયર મહેમૂદના પુત્ર હસનૈને અભિનેતાની બીમારી વિશે મીડિયાને જાણ કરી હરિ. તેણે કહ્યું કે 18 દિવસ પહેલા જ તેને પિતાના પેટના કેન્સરના છેલ્લા સ્ટેજની માહિતી મળી હતી. જે બાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં લાંબા સમય સુધી તેની સારવાર કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડીને કહ્યું હતું કે તેમની પાસે માત્ર બે મહિના બાકી છે અને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું યોગ્ય નથી. કેન્સરની સારવારની પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક હોવાથી તેઓ તેમના નજીકના લોકો સાથે રહે તો સારું રહેશે. જે બાદ અભિનેતા આ દુનિયામાં બે મહિના પણ વિતાવી શક્યા ન હતો અને એમને મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ અભિનેતાના અંતિમ સંસ્કાર આજે શુક્રવારની નમાજ બાદ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Junior Mahmood Junior Mehmood Junior Mehmood Passes away Junior Mehmood dies Mehmood Junior Dies જૂનિયર મહેમૂદ જૂનિયર મહેમૂદનું નિધન Junior Mehmood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ